વાહ ભાઈ વાહ શું કામ કર્યું છે..! ઈલેક્ટ્રીક વાયરમાં ફસાયું કબુતર… પછી યુવકે પોતાનો જીવ જોખમમાં નાખીને આ રીતે બચાવ્યો કબૂતરનો જીવ… જુઓ વાયરલ વિડિયો…

Published on: 12:35 pm, Sun, 12 March 23

આજના આધુનિક યુગમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણું દિલ ખુશ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક સુંદર વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

જેમાં એક યુવકે એવું સેવાનું કામ કર્યું કે વીડિયો જોઈને તમે પણ તેના વખાણ કરતા નહીં થાકો. મળતી માહિતી અનુસાર આ છોકરા વીડિયો ગુજરાત રાજ્યમાંથી સામે આવી રહ્યો છે. આ ઘટનામાં ઇલેક્ટ્રીક વાયરમાં ફસાયેલા એક કબૂતરનો જીવ બચાવવા માટે યુવક પોતાનો જીવ જોખમમાં મૂકીને ઈલેક્ટ્રીક થાંભલા ઉપર ચડી ગયો હતો અને પોતાના જીવના જોખમે ઈલેક્ટ્રીક વાયરમાં ફસાયેલા કબૂતરને બચાવી લીધું હતું.

નીચે ઉભેલા કેટલાક લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક ઈલેક્ટ્રીક થાંભલા ઉપર ચડેલો જોવા મળી રહ્યો છે. આ યુવક ઇલેક્ટ્રીક વાયરમાં ફસાયેલા કબૂતરને બચાવવા માટે અહીં ચડ્યો છે. યુવા પોતાના જીવની પરવા કર્યા વગર કબુતરનો જીવ બચાવે છે.

પોતાનો જીવ જોખમમાં નાખીને યુવકે માસુમ કબુતરનો જીવ બચાવીને માણસાઈ બતાવી છે. હાલમાં આ યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં યુવકના કામના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

ઈલેક્ટ્રીક વાયરમાં ફસાયેલા કબૂતરને બહાર કાઢીને યુવક તેને પાણી આપે છે. વીડિયોના અંતમાં બતાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે કબુતર એકદમ સ્વસ્થ થઈને ઉડાન ભરે છે. વાયરલ થયેલો વિડિયો જોઈને તમામ લોકોના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહે છે અને વિડિયો જોઈને લોકોનું દિલ ખુશ થઈ ગયું છે.

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર hasya_di_pitari નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને 5,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે અને લોકો કોમેન્ટ બોક્ષમાં ખૂબ જ સુંદર સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વાહ ભાઈ વાહ શું કામ કર્યું છે..! ઈલેક્ટ્રીક વાયરમાં ફસાયું કબુતર… પછી યુવકે પોતાનો જીવ જોખમમાં નાખીને આ રીતે બચાવ્યો કબૂતરનો જીવ… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*