સુરતમાં મોબાઇલમાં જોતા-જોતા 22 વર્ષનો જુવાનજોધ દીકરો ચોથા માળેથી નીચે પડી ગયો, રસોડાની ગેલેરીમાં કંઈક એવું બન્યું કે… પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

Published on: 1:01 pm, Sun, 12 March 23

મિત્રો સુરત શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મોબાઇલના કારણે 22 વર્ષના યુવક સાથે કંઈક એવી ઘટના બની કે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મિત્રો તમે ઘણા લોકોને જોયા હશે જેવો મોબાઇલમાં આટલા વ્યસ્ત થઈ જતા હોય છે કે તેની આજુબાજુ શું બની રહ્યું છે તે તેને ખબર જ રહેતી નથી.

a young man died after falling from the fourth floor in surat3 - Trishul News Gujarati Kim, Olpad, Surat, મોબાઈલ

તેવી જ ઘટના સુરત શહેરના ઓલપાડ તાલુકાના કીમ ગામમાં બની હતી. આ ઘટનામાં મોબાઇલમાં જોતા જોતા એક યુવક ચોથા માળેથી નીચે પડી ગયો હતો અને તેનું કરુણ મોત થયું હતું. આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. જવાનજોધ દીકરાનું અકાળે મોત થતા સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે.

a young man died after falling from the fourth floor in surat2 - Trishul News Gujarati Kim, Olpad, Surat, મોબાઈલ

પોલીસના સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, વડતાલ તાલુકાના કીમ ગામે મેન બજાર વિસ્તારમાં આર.કે એપાર્ટમેન્ટ આવેલો છે. એપાર્ટમેન્ટની ચોથા માળની ગ્રીલની જાળીવાળી બારે ખુલ્લી હતી. આ કારણોસર 22 વર્ષનો યુવક પ્લેટના ચોથા માળેથી સીધો રોડ ઉપર નીચે પડ્યો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારના લોકો અને સ્થાનિક લોકો દીકરાને સારવાર માટે કીમની સાધના હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.

a young man died after falling from the fourth floor in surat1 - Trishul News Gujarati Kim, Olpad, Surat, મોબાઈલ

ત્યાર પછી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો વિજયભાઈ પંચાલ નામના વ્યક્તિ અને તેમનો પરિવાર ગઈકાલે રાત્રે ઘરે હતો. આ દરમિયાન રાત્રે 10:30 વાગ્યાની આસપાસ તેમનો 22 વર્ષનો દીકરો જય વિજયભાઈ પંચાલ રસોડાની ગેલેરીમાં લોખંડની ગ્રીલ ઉપર બેઠો હતો.

જય અહીં બેઠા બેઠા મોબાઈલ જોઈ રહ્યો હતો. આ દરમિયાન ગ્રીલ વાળી બારી ખુલ્લી હતી. જેના કારણે મોબાઇલમાં વ્યસ્ત જય અચાનક જ ચોથા માળેથી નીચે પડ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ત્યારબાદ જઈને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દીકરાનું મોત તથા જ પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં મોબાઇલમાં જોતા-જોતા 22 વર્ષનો જુવાનજોધ દીકરો ચોથા માળેથી નીચે પડી ગયો, રસોડાની ગેલેરીમાં કંઈક એવું બન્યું કે… પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…"

Leave a comment

Your email address will not be published.


*