કોરોના ને લઈને ભારત માટે આવ્યા ચિંતાજનક સમાચાર, અમેરિકા બ્રાઝીલ ને પાછળ છોડી ભારત પહોંચ્યું પ્રથમ નંબરે

ભારતમાં કોરોના નો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનો પૂરો થવામાં હવે માત્ર 10 દિવસ બાકી છે. જ્યારે માત્ર 20 દિવસની અંદર 12 લાખથી પણ વધારે કેસ ભારતની અંદર સામે આવ્યા છે. ઓગસ્ટમાં સામેલ આવેલા કેસ અત્યાર સુધીમાં સૌથી વધારે છે. સમગ્ર દેશના ગુરૂવારના રોજ 70હજાર જેટલા નવા કેસ સામે આવ્યા હતા. આ આંકડા બાદ સમગ્ર દેશની ચિંતા વધી છે.ભારતમાં કોરોના ની રફતાર દુનિયા કરતાં વધારે ઝડપથી ફેલાઈ રહી છે જે સમગ્ર દેશ માટે ચિંતાજનક સમાચાર છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં કોરોના નો 20 ઓગસ્ટ સુધી નો આંકડો 12,07,539 થઈ ગયો છે. મંત્રાલયના આંકડા પર નજર નાખીએ તો જુલાઈમાં 11 લાખ કેસ સામે આવ્યા હતા. દુનિયાભરમાં આવનારા કોરોના કેસ પર નજર રાખનાર વેબસાઈટ www.worldometers.info મુજબ અમેરિકામાં 19 ઓગસ્ટ સુધીમાં 9,94,863 કેસ સામે આવ્યા છે. જ્યારે બ્રાઝિલમાં 7,94,115 સામે આવ્યા છે.

ભારતમાં કોરોનાવાયરસ ની મહામારી હાલમાં યથાવત છે. દેશમાં વધુ 68507 કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં એક દિવસમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 981 છે. ભારતમાં કોરોનાના ફુલ 29.4 લાખથી પણ વધારે કેસ નોંધાયા છે. હજુ પણ દેશમાં સાત લાખ જેટલા કેસ એક્ટિવ છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો વધુ 14647 કેસ છે. બીજા નંબરે આંધ્ર પ્રદેશ 9393 કેસ નોંધાયા છે. તમિલનાડુમાં 5986 અને કર્ણાટકમાં 7385 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 4824 અને બંગાળમાં 3197 કેસ નોંધાયા છે.

સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાવાયરસ નું સંકટ વધી રહ્યું છે. કોરોનાનો વિશ્વમાં વધુ 2.67 લાખથી પણ વધારે કેસ નોંધાયા છે. કોરોના કારણે વધુ 6183 લોકોના મૃત્યુ નિપજ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના નો આકડો 22849000 નોંધાયેલ છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*