રાજકોટના ભાજપ કાર્યકર્તાઓને સી. આર.પાટીલે લીધા આડેહાથ, કહ્યુએવું કે….

Published on: 10:19 am, Fri, 21 August 20

પક્ષનું નેતૃત્વ બદલાતા જ પ્રદેશ ભાજપની કાર્યશૈલીમાં પણ મોટા બદલાવના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ ના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ની સ્પષ્ટવક્તા અને આક્રમકતાનો પરચો જોવા મળ્યો હતો.હવે ભાજપના નેતા અને કાર્યકર્તાઓ ને મળવા લાગ્યા છે જે જમીન સાથે જોડાયેલા ન હોવા છતાં પણ ચૂંટણીમાં ટિકિટ નક્કી હોવાનું માની બેઠા છે.

સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રાજકોટ પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખે રાજકોટના નેતાઓને કોઈપણ પ્રકારના ભ્રમ માં ન રહેવાની વાત કરી છે સાથે જ પેજ અને બુથ મજબૂત કરવાનું આહવાન આપ્યું હતું.સીઆર પાટીલે સ્પષ્ટ કહી દીધું કે મુખ્યમંત્રીના શહેરના હોવાથી કોર્પોરેશન ની ટિકિટ મળી જાય તેવા ભ્રમ માં કોઈ રહે નહીં.

સાથે જ જૂથબંધી કરનારા નેતાઓને સીઆર પાટીલે આડે હાથ લીધા હતા.જૂથ બંધી ના સખત વિરોધી એવા સી આર પાટીલ ના નિવેદનમાં એકવાર તો સ્પષ્ટ થઈ ગઈ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપમાં જ જૂથબંધી કરી ચૂકી છે. આ સાથે જ મોટા નેતાઓ ના કુર્તા પકડી સતા મેળવનારાઓ પર હવે અંકુશ લાગવાનું નક્કી છે.

Be the first to comment on "રાજકોટના ભાજપ કાર્યકર્તાઓને સી. આર.પાટીલે લીધા આડેહાથ, કહ્યુએવું કે…."

Leave a comment

Your email address will not be published.


*