ભારતીય જનતા પાર્ટી પાસે નેતાઓની અછત, સી આર પાટીલ ના નિવેદન સામે હાર્દિક પટેલની સિકસર

Published on: 9:53 am, Fri, 21 August 20

ગુજરાત ભાજપના નવા નિયુક્ત પ્રદેશપ્રમુખ સી આર પાટીલે પુરા જોશમાં કામગીરી શરૂ કરી દીધેલ છે.હાલ તેઓ સૌરાષ્ટ્ર પ્રવાસ કરી સૌરાષ્ટ્રમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ની મુલાકાત લઈ રહ્યા છે. આ સમયમાં પ્રવાસ દરમિયાન જૂનાગઢ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.પાટીલ ના નિવેદન મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભાજપ ને તીખા સ્વરે જવાબ આપ્યો હતો.

આવતીકાલે અમદાવાદ ખાતે કોંગ્રેસના મુખ્ય કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવ ગાંધીની જન્મજયંતિ નો કાર્યક્રમ યોજાયો હતો.પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 76 ની જન્મ જયંતી નિમિત્તે અમદાવાદ કાર્યાલય ખાતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના અમિત ચાવડા અને હાર્દિક પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ સમયે હાર્દિકે સી આર પાટીલ ના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હાલમાં ભાજપ પાસે નેતાઓની અછત છે.

હાર્દિકે જણાવ્યું કે સી આર પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસમાં ઉત્સાહમાં આવીને મોટા મોટા નિવેદન આપી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં હાલ ભાજપ સરકારના 60% મંત્રી મૂળ કોંગ્રેસી નેતાઓ છે. તેમને કહ્યું કે સી આર પાટીલ પોતાના કાર્યકરોને સાચવવા માટે આ પ્રકારની વાતો કહી રહ્યા છે. એવો હજુ નવા-નવા પ્રમુખ બન્યા છે તે માટે અતિ ઉત્સાહમાં આવી ગયા છે.જો ખરેખર વાસ્તવમાં એવું હોય તો તેમણે ગુજરાતની આગામી પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા એક પણ નેતાને ટિકિટ ન આપવી જોઈએ.