ઘરની બહાર નીકળતા પહેલા મહિલાઓ ચેતી જજો..! સુરતમાં રોડ ઉપર આ બહેન સાથે કંઈક એવું બન્યું કે…જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

સુરત શહેરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને મહિલાઓના ગળામાંથી ચેઇન સ્ક્રેચિંગની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. સુરતમાં સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને સુરત પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે સુરતના રાંદેલના તારવાડી વિસ્તારમાં બનેલી એક ચેઈન સ્કેચિંગની ઘટના સામે આવી છે.

આ ઘટનામાં રોડ ઉપર એકલતાનો લાભ ઉઠાવીને 58 વર્ષની મહિલાના ગળામાંથી એક વ્યક્તિ 45000નો ચેઈન લઇને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રાંદેર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતવાર વાત કરીએ તો સુરતના રાંદેરતાળવાળી પાસે રહેતા 58 વર્ષીયા નીતાબહેન મકવાણા તાડવાડી સંગના સોસાયટીમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર બે યુવકો ત્યાં આવી પહોંચે છે. અરે બંને ત્યાં આવે છે ત્યારે સોસાયટીના રસ્તા ઉપર કોઈ હોતું નથી અને નીતાબેન એકલા રસ્તા ઉપર ચાલીને જતા હોય છે. એકલતાનો લાભ ઉઠાવીને બાઈક પર આવેલા બંને યુવક માંથી એક યુવક નીચે ઉતરે છે.

તે નીતાબેનના ગળામાં રહેલો સોનાનો 45000 રૂપિયાનો ચેઈન લઈને ફરાર થઈ જાય છે. આ ઘટના બન્યા બાદ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ આ ઘટનાની જાણ રાંદેર પોલીસને કરી હતી. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે.

ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈન હાથમાં ન આવ્યો તેથી આરોપીએ મહિલાની ધુલાઈ શરૂ કરી હતી અને ત્યારબાદ ગળા માંથી ચેઈન લઈને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને નીતાબેને જણાવ્યું કે, હું મારા ઘરે ચાલતા ચાલતા આવતી હતી.

ત્યારે બાઈક પર સવાર બે યુવકો કાંઈક શોધતા શોધતા આવતા હોય તેવું લાગી રહ્યું હતું. મને લાગ્યું કે બંને કોઈકનું ઘર શોધી રહ્યા હશે. ત્યારે બંનેમાંથી એક યુવક નીચે ઉતરીને અચાનક જ મારી સામે આવી જાય છે અને મારા ગળામાંથી ચેઈન લેવાનો પ્રયાસ કરે છે.

ત્યારબાદ તે મને રોડ પર નીચે પાડી દે છે અને મારા ગળામાં રહેલો ચેઈન લઈને ભાગી જાય છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મિત્રો સુરતમાં આ ઘટના પહેલી વાર નહીં પરંતુ આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ બની છે અને દિવસેને દિવસે સતત આવી ઘટનાઓ વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*