ઘોર કળિયુગ..! દીકરાએ પોતાની માતાના વાળ પકડીને તેને ઘસડી, ત્યારબાદ રસ્તાની વચ્ચોવચ માતા સાથે કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈને તમારો બાટલો પણ ફાટી જશે…

Published on: 5:09 pm, Sat, 26 November 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક દીકરાએ પોતાની માતા સાથે કંઈક એવું કર્યું કે વીડિયો જોઈને તમને પણ ખૂબ જ ગુસ્સો આવી જશે. આ ઘટનામાં એક દીકરો જાહેરમાં લોકોની નજર સામે રસ્તાની વચ્ચોવચ પોતાની માતાની ધુલાઈ કરે છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી ફૂટેજ સામે આવતા જ પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી યુવક વિરોધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના નૌતનવાન શહેરમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે માતાનો વાંક માત્ર એટલો હતો કે તેણે પોતાના પુત્ર પાસે પૈસાનો હિસાબમાં ગયો હતો.

માતા હિસાબ માગ્યો તેથી આરોપી દીકરો ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો અને મન ફાવે તેમ પોતાની માતાની ધુલાઈ કરી હતી. આ ઘટના 23 નવેમ્બરના રોજ બની હતી. પરંતુ હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેલી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. માતા કમલાદેવીએ જણાવ્યું કે, જ્યારે તેમને પોતાના દીકરા પાસે પૈસા અને હિસાબે માગ્યો ત્યારે તેમના દીકરાને ખૂબ જ ગુસ્સો આવી ગયો. ગુસ્સામાં ભરાઈને દીકરાએ મારી ધુલાઈ કરી હતી.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, નરાધમ દીકરો પોતાની માતાના વાળ ખેંચીને તેને ઘરની બહાર લાવે છે અને ત્યારબાદ મન ફાવે તેમ રસ્તા ઉપર તેની ધુલાઈ કરે છે. આ દરમિયાન આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી જાય છે અને આરોપીને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ આરોપી તેની સાથે પણ માથાકૂટ કરવાનું શરૂ કરી દે છે.

જ્યારે માતા સરખી થઈને ઊભી થાય છે. ત્યારે આરોપી દીકરો ફરી એક વખત માતાના વાળ પકડીને તેને રસ્તા ઉપર પાડે છે. આ ઘટનામાં માતા ઇજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે માતા કમલાદેવીની ફરિયાદ પર આરોપી દીકરા રિતેશ વર્મા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં આરોપી પુત્ર ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને પડોશી એ જણાવ્યું કે રિતેશ ખૂબ જ ઝઘડાખોર છે. તે પોતાની માતાને ઘરે રાખવા માગતો ન હતો. તેથી દરરોજ આ રીતે માતાને ત્રાસ આપતો હતો અને ન કરવાના વ્યવહાર પોતાની માતા સાથે કરતો હતો. મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમે જ જણાવો કે આવા દીકરાઓ સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો