ભાવનગર મહુવામાં મહિલાને અકસ્માત નડતા બ્રેઇનડેડ… પરિવારના સભ્યોએ અંગદાન કરીને ત્રણ લોકોને નવું જીવનદાન આપ્યું…’ઓમ શાંતિ’

Published on: 5:51 pm, Mon, 10 July 23

અત્યારે સોશિયલ મીડિયા પર અંગદાનની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. લોકો અંગદાન કરીને ઘણા લોકોને નવજીવન આપે છે અને અંગદાન નું મહત્વ ખૂબ જ વધી રહ્યું છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 118 મું અંગદાન થયું છે, ભાવનગરના મહુવા ખાતે રહેતા દયાબેન ચુડાસમા ને 6 જુલાઈ એ માર્ગ અકસ્માત નડ્યો હતો.

આ માર્ગ અકસ્માતમાં 35 વર્ષીય દયાબેનને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થિતિ ગંભીર બનતા બહેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં લાવ્યા ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર હતી, પરંતુ સિવિલના તબીબો એ સતત સારવાર ચાલુ રાખી.

પરંતુ 48 કલાકના અંતે પ્રભુને ગમ્યું એ જ થયું, સિવિલના તબીબો દ્વારા દયાબહેનને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ જાહેર થતાં તબીબો દ્વારા તેઓના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા. પરિવારજનો એ પણ અંગદાન નું મહત્વ સમજીને પોતાના સ્વજન અન્યના જીવનદાન આપી શકે તેના માટે સહમત થયા હતા.

તેમણે જરૂરિયાતમંદ અને પીડિત નું જીવન કાર્યશ્રમ બનાવી શકે તેવા ઉમદા ભાવ સાથે અંગદાનનો નિર્ણય કર્યો હતો. પરિવારજનોના નિર્ણય બાદ દયાબહેનને સિવિલ હોસ્પિટલના રીટ્રાઈવલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. છ થી સાત કલાકની ભારે મહેનત બાદ અંતે બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. ત્રણ જરૂરિયાત મંદોનું જીવન આ અંગોના પ્રત્યારોપણ બાદ સ્વાસ્થ્યસભર બનશે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું કે બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનો દ્વારા કરવામાં આવતો અંગદાન નો નિર્ણય પ્રશંશનીય છે. એક સમાપ્ત થયેલુ જીવન અન્ય લોકોના જીવનના બીજા ઇનિંગ્સની શરૂઆત કરીને અન્યને નવજીવન આપી જાય તેનાથી ઉમદા કાર્ય સમાજમાં અન્ય કોઈ કાર્ય નથી. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 118 અંગદાતા હોઈએ 356 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગર મહુવામાં મહિલાને અકસ્માત નડતા બ્રેઇનડેડ… પરિવારના સભ્યોએ અંગદાન કરીને ત્રણ લોકોને નવું જીવનદાન આપ્યું…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*