ઘરમાં રમતી ત્રણ વર્ષની દીકરી ઉપર ગરમાગરમ દૂધ ઢોળાઈ ગયું, પછી તો કંઈક એવું બન્યું કે… હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

Published on: 6:35 pm, Mon, 10 July 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રવિવારના રોજ એક માસુમ બાળકી સાથે કંઈક એવી ઘટના બની કે સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. જાણવા મળી રહ્યું છે કે ત્રણ વર્ષની બાળકી ગરમાગરમ દૂધથી દાઝી ગઈ હતી. ત્યારબાદ પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીનું મોત થયું હતું.

આ ઘટના બની ત્યારે બાળકી ઘરમાં રમી રહી હતી. ત્યારે બાળકીનો પગ ગરમાગરમ દૂધની તપેલી ઉપર પડ્યો હતો. જેના કારણે દૂધ ઉછાળ્યું હતું અને બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી. માં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હચમચાવી દેનારી ઘટના ઇંદોરમાંથી સામે આવી રહે છે.

પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલી બાળકીનું નામ નવીષ્કા હતું અને તેની ઉંમર ત્રણ વર્ષની હતી. રવિવારના રોજ સારવાર દરમિયાન એમવાય હોસ્પિટલમાં બાળકી એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આજ રોજ બાળકીના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. માત્ર ત્રણ વર્ષની દીકરીનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો બાળકીના પિતા વીજળી કંપનીમાં ખાનગી નોકરી કરે છે. રવિવારના રોજ પિતા સવારે કામ પર ગયા હતા અને બાળકી ઘરે રમી રહી હતી. ત્યારે સવારે 10:00 વાગ્યાની આસપાસ બાળકીની માતાએ રસોડામાં ગરમાગરમ દૂધ મૂક્યું હોત અને તે સ્નાન કરવા માટે ગયા હતા. આ દરમિયાન બાળકી રમતા રમતા ગરમ દૂધના તપેલા પાસે પહોંચી હતી.

ત્યારે બાળકીનો પગ દુધના તપેલા ઉપર પડ્યો તો જેના કારણે ગરમાગરમ દૂધ ઉછળ્યું હતું. જેના કારણે માસુમ બાળકી પગના અને પેટના ભાગે ખૂબ જ ગંભીર રીતે દાઝી ગઈ હતી. દીકરીના બૂમાબૂમનો અવાજ સાંભળીને માતા તરત જ બહાર આવી હતી અને આ વાતની જાણ પોતાના પતિને કરી હતી. પછી દીકરીના પિતા ઘરે પહોંચ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

અહીં હાજર ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકેનું શરીર 60 ટકા દાઝી ગયું છે અને આવી પરિસ્થિતિમાં તેને બચાવી ખૂબ જ મુશ્કેલ છે. કારણકે હજુ તો બાળકીની ઉંમર ત્રણ વર્ષની છે, જેથી તેના અંગો પણ નાજુક હોય છે. ત્યારબાદ ડોક્ટરે દીકરીની સારવાર શરૂ કરી દીધી હતી. પરંતુ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ દીકરીએ અંતિમ શ્વાસ લીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરમાં રમતી ત્રણ વર્ષની દીકરી ઉપર ગરમાગરમ દૂધ ઢોળાઈ ગયું, પછી તો કંઈક એવું બન્યું કે… હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*