કોરોના મહામારી વચ્ચે શું કેન્દ્રની મોદી સરકાર દરેક લોકોના ખાતામાં 1 લાખ ટ્રાન્સફર કરશે? જાણો સત્ય.

Published on: 9:36 am, Fri, 5 February 21

મોદી સરકાર દેશના દરેક વ્યક્તિ ના ખાતામાં સીધા 1 લાખ રૂપિયા જમા કરાવી રહા છે તેવો મેસેજ હાલ માં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહો છે તો જાણો શું તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબો, ખેડૂતો અને જરૂરિયાત મંદ.

લોકો માટે ઘણા પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.કેટલીક યોજનાઓ અંતર્ગત સરકાર લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતી હોય છે અને હાલમાં જ એવો મેસેજ વોટ્સએપ પર વાયરલ થઇ રહ્યો છે અને જેમાં કહેવામાં આવી રહ્યું છે કે.

કેન્દ્રની મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસ યોજના અંતર્ગત લોકોના ખાતામાં સીધા 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે તો જાણીએ સરકારે એવી કોઈ જાહેરાત કરી છે કે નહીં.ભારત સરકારની સંસ્થા.

પિઆઇબિ વાયરલ મેસેજને ખરાઇ કરીને તેની તપાસ કરીને તે અંગે જાણવું છે કે પિઆઈબિ ફેકટ ચેકે ટ્વીટ કરીને જાણકારી આપે છે કે આ ફેક મેસેજ છે અને હાલમાં સરકારે એવી કોઈ પ્રકાર ની જાહેરાત કરી નથી અને.

ભવિષ્ય માં તેઓનો એવો કોઈ પ્લાન પણ નથી.કોરોના મહામારી વચ્ચે દેશભરમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેવા કેટલાક ખોટા મેસેજો ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ભારત સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ મેસેજ નું ખંડન કરીને કહ્યુ કે સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!