ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ રાજ્ય માં રાજ્ય સભાના બાય ઇલેક્શન જાહેરાત થઇ છે. રાજ્ય સભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અહમદ પટેલ અને ભાજપના નેતા અભય ભારદ્વાજ ના નિધન બાદ આ બેઠકો ખાલી પડી હતી.
અને આ ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે.ગુજરાતમાં અહમદ પટેલ અને અભય ભારદ્વાજ ના નિધનના પગલે ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ચુંટણી ની તારીખ જાહેર થઇ છે અને આ બંને બેઠકો પર આગામી 1 માર્ચના રોજ ચૂંટણી યોજાશે.
રાજ્યસભાની ચૂંટણી માટે 11 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરી ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે.
22 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ તારીખ છે.1 માર્ચ ના રોજ સોમવારે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા દરમ્યાન મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જ્યારે તે જ દિવસે એટલે કે 1 માર્ચના રોજ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે.
કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું નિધન 25 નવેમ્બર ના રોજ થયું હતું. અહમદ પટેલની ટર્મ 18 ઓગસ્ટ 2023 માં રોજ પૂરી થતી હતી જયારે કે ભાજપના સાંસદ અભય ભારદ્વાજ નું નિધન 1 ડિસેમ્બરે થયું હતું અને.
તેમની ટર્મ 21 જૂન 2026 માં રોજ પૂરી થતી હતી.જોકે હવે બંને બેઠકો પર અલગ-અલગ મતદાન થવાનું હોવાથી વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાબળ ને જોતા ભાજપ બને બેટા પર જીત મેળવી શકે છે જ્યારે કોંગ્રેસને એક બેઠક નું નુકસાન થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!