સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો વિગતે.

Published on: 9:54 pm, Thu, 4 February 21

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપે આજે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી છે જેમાં આજે બપોરે પ્રથમ રાજકોટ,જામનગર,વડોદરા, બાદ ભાજપે સુરત મહાનગરપાલિકા માં ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

તેની બાદ હવે અમદાવાદ માં 48 વોર્ડના મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની રાહ લાંબા સમયથી જોવાઈ રહી હતી.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજરોજ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

જે તમામ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ નું લિસ્ટ આપણી પાસે આવ્યું હશે તેવી અમે આશા રાખીએ છીએ. ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર થતાં સુરત સહિત અન્ય શહેરોમાં ભાજપની અંદર આંતરિક કકળાટ જોવા મળ્યો છે.

સુરતના વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારોના નામ જાહેર થતા ભાજપના જ લોકોએ તેનો વિરોધ કર્યો છે.ગુજરાત રાજ્યમાં આગામી 21 અને 28 મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજ રોજ એક પત્રકાર પરિષદ યોજી હતી. તેને જણાવ્યું કે ભાજપે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 576 બેઠકો માટે શિસ્તબદ્ધ રીતે ઉમેદવારી અંગે ચર્ચા કરવામાં આવી છે.

અને આજ સાંજ સુધી માં તેઓએ મહાનગરપાલિકાના ઉમેદવારનો નામ જાહેર કર્યા છે.શુક્રવારના રોજ એટલે કે આવતીકાલે 12:30 વિજય મુહૂર્તમાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!