શું શંકરસિંહ વાઘેલા ફરીથી જોડાશે કોંગ્રેસમાં? જાણો શુ છે હકીકત.

67

ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો પોતાનો પક્ષ મજબૂત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપનો વિકલ્પ બનવા જઈ રહી છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલી બેઠકો પણ યોજવામાં આવી છે.

અને કેટલાક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયામાં એક વાત ખૂબ જ ફરી રહી છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે તેવી શક્યતાઓ છે.

આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠકો થઇ રહી છે.

મળતી માહિતી મુજબ બુધવારના રોજ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે બેઠક કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવા સમાચાર પડતા થયા કે શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં જોડાઇ શકે તેવી વાતચીત થવા લાગી.

આ ઉપરાંત જ્યારે ખેડૂત આંદોલન ચાલતું હતું ત્યારે શંકરસિંહ વાઘેલા દિલ્હી ગયા હતા ત્યારબાદ તેઓ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ ભરતસિંહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે અંદાજિત ત્રણ વખત બેઠકો થઈ છે.

જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માં જોડાશે તો કોંગ્રેસને ખૂબ જ ફાયદો છે કારણકે શંકરસિંહ વાઘેલા પાસે અનેક વરસનો રાજકારણનો અનુભવ છે. શંકરસિંહ વાઘેલાની પાર્ટીમાં પરત કરવા તે નિર્ણય દિલ્હી ખાતે હાઈ કમાન્ડ થી થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!