શું પેટ્રોલ અને ડીઝલ પણ GSTના દાયરામાં આવશે? કેન્દ્ર સરકારે આપ્યો મહત્વનો જવાબ….

Published on: 3:50 pm, Mon, 19 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તેથી દેશની જનતાને મોંઘવારીની મહામારી ભોગવવી પડે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

ત્યારે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વચ્ચે લોકો એવું અનુમાન લગાવી રહી છે કે શું પેટ્રોલ અને ડીઝલ પણ GST ની હેઠળ આવી જશે? આ સવાલ હવે ફરી ચર્ચા જગાવી રહ્યા છે.

આ ઉપરાંત લોકસભામાં પણ આજે સાંસદોએ સરકારને આ મુદ્દા પર સવાલ કર્યા હતા. આ ઉપરાંત જમવાના તેલના બધા ભાવ વિશે પણ સવાલો કરવામાં આવ્યા હતા. આ તમામ સવાલો પર સરકારે શું જવાબ આપ્યો જાણો.

આ ઉપરાંત લોકસભામાં સરકાર ને પૂછવામાં આવ્યું હતું કે શું નાણામંત્રીએ બતાવવાની કષ્ટ ઉઠાવશે કે પેટ્રોલ અને ડીઝલ ને GST ની હેઠળના લાવવાનું શું કારણ છે?

આ ઉપરાંત કહ્યું કે શું સરકારને પેટ્રોલ અને ડીઝલ ને GST ની હેઠળ લાવવા માટેની અરજીઓ મળી છે કે નહીં? તો સરકારને આ ની અરજી મળી છે તો પછી હજુ સુધી સરકારે શું એકશન લીધા છે?

આ ઉપરાંત સરકારને એ પણ પૂછવામાં આવ્યું કે શું GST કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ ડીઝલ અને LPG ને GST ની હેઠળ લાવવા માટેની ચર્ચાઓ થશે કે નહીં થાય? શું ક્યારેય રાજ્ય સાથે આ વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે કે નહીં.

આ તમામ સવાલોના જવાબ રાજ્યના નાણામંત્રી પંકજ ચૌધરીએ આપ્યા છે. પંકજ ચૌધરીએ સાંસદોને કહ્યું કે પેટ્રોલ ડિઝલ અને એલ.પી.જીમાં કાઉન્સિલમાં ચર્ચા કરવાની જરૂર પડશે. આ ઉપરાંત તેમને જણાવ્યું કે સરકારને પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી હેઠળ લાવવા માટે અરજી મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.