કેન્દ્ર સરકાર આજરોજ અનલૉક 5 માટેના નિયમો જાહેર કરે તેવી શક્યતાઓ સેવાય રહી છે.અનલૉક 5 દરમિયાન ફરી વખત મોદી સરકાર કેટલી છૂટછાટ આપે તેવી ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતમાં કોરોના નું સંક્રમણ વધતા ફરી વખત લોકડાઉન લાદવામાં આવે તેવા દાવા સાથે વોટ્સ અપ પર મેસેજ ફરતા થયા છે. આ બધા ખોટા દાવા ને ગુજરાત સરકારે પહેલાં જ ખોટા ગણાવ્યા છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહેલા કહી દીધું છે કે,ગુજરાત રાજ્યમાં જનજીવન રાબેતા મુજબ ચાલુ થઈ રહ્યું છે.
અને લોકો સામાન્ય જીવન જીવતા થયા છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે સરકારની આગામી સમય લોકડાઉન લાદવાની કોઈ રણનીતિ નથી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારને મળતી માહિતી મુજબ કેટલાક લોકો આવી અફવાઓ ચલાવી રહ્યા છે. આવી અફવાઓના કારણે નાગરિકોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે પણ તેમને જણાવી દઈએ કે સરકારની આગામી સમયમાં લોકડાઉન ને લઈને કોઈ વિચારણા નથી.
હાલમાં ગુજરાત સરકાર કોરોના ની સ્થિતિને કાબુમાં લેવા માટે સફળ રહી છે.પગુજરાત સરકારે હેલાં સ્પષ્ટતા કરી દીધી છે કે, ગુજરાત રાજ્યમાં હવે પછી ક્યારે લોકડાઉન લાદવાનો સવાલ ઊભો જ નથી થતો. લોકો પોતપોતાના વિસ્તારોમાં સ્વયંભૂ રીતે લોકડાઉન નિર્ણય લઈ રહ્યા છે એ વાત અલગ છે.
સ્પષ્ટ કહ્યું કે, કેટલાક લોકોએ ગુજરાત માં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાશે તે પ્રકારના મેસેજ વાયરલ કરીને લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!