રાજ્યના ખેડૂતો માટે સૌથી ખરાબ સમાચાર, ભારે વરસાદને કારણે મગફળીના ભાવ તળિયે પહોંચ્યા!

Published on: 4:27 pm, Mon, 28 September 20

રાજકોટ શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે પાંચ દિવસના વિરામ બાદ આજે ફરી મગફળીની આવક શરૂ કરાતા આજ સવારથી મગફળીની ધરખમ આવક પામી હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે 14000 થી પણ વધારે મગફળીની ગુણ ની આવક થઇ હતી. ભારે વરસાદને કારણે ખેડૂતોની મગફળી પર લઇ જતા ભેજવાળી મગફળી આવતી હોય જેથી છેલ્લા પાંચ દિવસથી આવક બંધ થઇ હતી. આજરોજ માર્કેટિંગ યાર્ડ ખાતે ભેજવાળી, સુખી વગેરે મગફળી ની આવક થઇ હતી. મગફળીનો સરેરાશ ભાવ ₹700 થી 1000 સુધી બોલાયો હતો.સૌરાષ્ટ્રનું મુખ્ય પાક ગણાતો મગફળીનો પાક અતિભારે વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોને નિષ્ફળ ગયો છે.

ભેજનું પ્રમાણ હાલમાં મગફળીમાં અતિશેય જોવા મળ્યું હતું.ભેજવાળી મગફળી રાજકોટ યાર્ડમાં વેચાણ નથી આવતા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોય જેથી છેલ્લા પાંચ દિવસથી ભેજવાળી મગફળી ના કારણે આવક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભેજવાળી મગફળી ના કારણે ખેડૂતો ફટાફટ મગફળી વેચી રહ્યા છે.ભારે વરસાદના કારણે મગફળી ની ગુણવત્તા કરતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મેળવી શકશે નહિ.

મગફળીબગડી જવાના ભય વચ્ચે ખેડૂતો ટેકાના ભાવ ની ખરીદી પૂર્વ જ ઓપન માર્કેટમાં પોતાનો માલ ઠાલવી રહ્યા છે.ભારે વરસાદના કારણે મગફળી ની ગુણવત્તા કરતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મેળવી શકશે નહિ.મગફળી બગડી જવાના ભય વચ્ચે ખેડૂતો ટેકાના ભાવ ની ખરીદી પૂર્વ જ ઓપન માર્કેટમાં પોતાનો માલ ઠાલવી રહ્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભીની મગફળી નો ભાવ ₹700 થી 800 તેમજ સૂકી મગફળી નો ભાવ₹800 થી 1000 સુધી બોલાયા છે. ખેડૂતોને ભારે વરસાદના કારણે પુરતો ભાવ ન મળતા તેઓ નારાજ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યના ખેડૂતો માટે સૌથી ખરાબ સમાચાર, ભારે વરસાદને કારણે મગફળીના ભાવ તળિયે પહોંચ્યા!"

Leave a comment

Your email address will not be published.


*