માતાજીના દર્શન કરીને ઘરે જતા પતિ-પત્નીને રસ્તામાં નડ્યો અકસ્માત, પતિની નજર સામે પત્નીનું મોત… બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાતમાં આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે લખતર તાલુકાના ખેરવા પાસે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અહીં તળાવમાં એક ઇકો કાર પડી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે પત્નીનો કરુણ મોત થયું છે.

ઘટના બનતા જ મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો લખતર તાલુકાના સદાદ ગામે રહેતું દંપતી મલાતજ મેલડી માતાજીના દર્શન કરવા માટે કાર લઈને ગયું હતું. દર્શન કરીને વહેલી સવારે તેઓ પરત ફરી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમની કાર એક તળાવમાં પડી ગઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની ઘટનામાં કારમાં સવાર મહિલાનું મોત થયું હતું. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ મધુબેન હતું. મધુબેન અને તેમના પતિ દેવજીભાઈ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા.

ત્યારે બુધવારના રોજ વહેલી સવારે સામેથી આવતા વાહનોની લાઈટના કારણે કાર ચલાવી રહેલા દેવજીભાઈની આંખો અંજાઈ ગઈ હતી. જેના કારણે તેમને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બે કાબુ બનેલી કાર તળાવમાં જઈને પડી હતી.

અકસ્માતની ઘટનામાં દેવજીભાઈનો આબાદ બચાવ થયો હતો. જ્યારે તેમની નજરની સામે તેમની પત્ની મધુબેનનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્યારબાદ મધુબેનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં મોકલી આપ્યું હતું. આ વાતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મધુબેનનું મોત થતા જ એક દીકરા અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*