મિત્રને મળવા જાતા રાજકોટના 19 વર્ષના પટેલ યુવકનું રસ્તામાં અકસ્માતમાં મોત… દીકરાના માતા-પિતાનું હૈયાફાટ રૂદન…

Published on: 12:56 pm, Thu, 26 October 23

ગુજરાતમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે કાલાવડ તાલુકાના નિકાવા ગામ નજીક બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં રાજકોટના 19 વર્ષના યુવકનું મોત થયું છે. ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ હાર્દિક વસંતભાઈ તળપદા હતું.

મૃત્યુ પામેલો હાર્દિક પરિવાર સાથે રાજકોટના ઓમ નગર સર્કલ પાસે આવેલ પટેલ નગરમાં રહેતો હતો. જુવાનજુધો દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃત્યુ પામેલો હાર્દિક જીઆઇડીસી માં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

હાર્દિક ગઈકાલે બાઈક લઈને કાલાવડ તાલુકાના ખીજડીયા ગામે પોતાના મિત્રને મળવા માટે ગયો હતો. ત્યારે બપોરના લગભગ 1:00 વાગ્યાની આસપાસ નિકાવા અને પીપરા વચ્ચે એક કાર ચાલકે હાર્દિકની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ઘટનામાં હાર્દિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

પછી આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતાં. ત્યારબાદ હાર્દિકને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હાર્દિકે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા.

યુવકના મોતના સમાચાર મળતા જ પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. પછી જરૂરી કાગળિયા કર્યા બાદ હાર્દિકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

અહીં પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મૃત્યુ પામેલો હાર્દિક બે ભાઈઓમાં મોટો હતો. તેના પિતા ખેતી કામ કરે છે અને હાર્દિક કંપનીમાં નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment on "મિત્રને મળવા જાતા રાજકોટના 19 વર્ષના પટેલ યુવકનું રસ્તામાં અકસ્માતમાં મોત… દીકરાના માતા-પિતાનું હૈયાફાટ રૂદન…"

Leave a comment

Your email address will not be published.


*