રામ રાખે તેને કોણ ચાખે..! ધાબા ઉપરથી નાનો ભાઈ નીચે પડ્યો, ત્યારબાદ બન્યું કંઈક એવું કે…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…

Published on: 3:27 pm, Mon, 21 November 22

સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે હચમચી જતા હોઈએ છીએ. મિત્રો આપણે ઘણા ભાગ્યશાળી લોકોને જોયા હશે અથવા તો તેમના વિશે સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે એક એવા ભાગ્યશાળી વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જે અકસ્માતનો શિકાર બને છે.

રંતુ ભગવાનની દયાથી આ ઘટનામાં તેનો બચાવ થાય છે. આ ઘટના કેરળમાં બની હતી. જ્યાં એક ભાઈના કારણે બીજા ભાઈનો જીવ બચી ગયો હતો. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ઘરની છત ઉપરથી નીચે પડે છે.

ત્યારે છેલ્લી ઘડીએ નીચે ઉભેલો ભાઈ તેને પકડી લે છે અને તેનો જીવ બચાવી લે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પાણીની લઈને ઘરની દીવાલો ધોતો જોવા મળી રહ્યો છે.

આ વ્યક્તિ ગ્રાઉન્ડ રોડ પર ઉભો રહીને ઘરની સાફ-સફાઈ કરી રહ્યો છે. ત્યારે અચાનક જ તેની નજર ઉપરની તરફ જાય છે. આ વ્યક્તિ ઉપરથી પોતાના નાના ભાઈને નીચે પડતો જુએ છે. તેથી આ વ્યક્તિ તાત્કાલિક ભાઈપ છોડીને નીચે પડી રહેલા પોતાના ભાઈને પકડવા માટે દોડે છે.

નાના ભાઈના નસીબ સારા હતા કે તે મોટાભાઈના હાથમાં આવી ગયો હતો, નહીંતર મોટી દુર્ઘટના બની શકે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નીચે ઉભેલો મોટો ભાઈ નાના ભાઈને બોલની જેમ કેચ કરી લે છે. જેના કારણે નાના ભાઈનો જીવ બચી જાય છે. ત્યારબાદ બંને ભાઈઓ જમીન પર બેસીને હસતા જોવા મળી રહ્યા છે.

વાયરલ થયેલો વિડિયો youtube ઉપર Onmanorama નામની ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે..! ધાબા ઉપરથી નાનો ભાઈ નીચે પડ્યો, ત્યારબાદ બન્યું કંઈક એવું કે…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*