ચાલતી ટ્રેનમાં મસ્તી કરવી ભારે પડી ગઈ, ટ્રેનની બહાર લટકીને મસ્તી કરી રહેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે… હિમ્મતવાળા લોકો જ વીડિયો જોજો…

Published on: 4:02 pm, Mon, 21 November 22

મિત્રો ઘણી વખત આપણી સામે એવી ઘટનાના વિડીયો આવતા હોય છે. જે જોઈને આપણે ચોકી ઉઠતા હોઈએ છીએ. તમે ઘણી એવી ઘટનાઓ ના વિડીયો જોયા હશે જેમાં કેટલાક યુવકો ચાલતી ટ્રેનમાં જોખમી સ્ટંટ કરતા નજરે પડતા હોય છે. પરંતુ અમુક વખત આ લોકોને જોખમી સ્ટંટ કરવો ભારે પડી જતો હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલતી ટ્રેનમાં દરવાજા પાસે લટકાઈને એક યુવક સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે. પરંતુ અચાનક જ તેની સાથે કંઈક એવું બને છે કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ઘટનાનો વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ચારથી પાંચ યુવકો ટ્રેનના દરવાજે લટકીને મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. તેમાંથી એક કેસરી કલરનું ટીશર્ટ પહેરેલો યુવક ચાલતી ટ્રેનમાં મસ્તીના મૂડમાં આવી જાય છે અને જોખમી સ્ટંટ કરવાનું શરૂ કરી દે છે. થોડીક વાર બાદ કંઈક એવું થાય છે કે યુવક ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જાય છે.

જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, કેસરી કલરનું ટીશર્ટ પહેરેલો યુવક ખૂબ જ વધારે પડતો ટ્રેનની બહાર લટકતો જોવા મળી રહ્યો છે. ત્યારે રસ્તાની બાજુમાંથી નીકળતા કેળાના ઝાડને યુવક તોડવાનો પ્રયાસ કરે છે.

પરંતુ ત્યારે યુવક રેલવે ટ્રેકની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાય છે. જેના કારણે યુવકનો હાથ છૂટી જાય છે અને તે ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જાય છે. ત્યારબાદ આ યુવક સાથે શું થયું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

પરંતુ આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મિત્રો તમને એક વાત કહેવા માગીએ છીએ કે, કોઈપણ દિવસ આ રીતે ચાલતી ટ્રેનમાં આવી મસ્તી ન કરવી જોઈએ કારણ કે આપણી મસ્તી એક દિવસ આપણા જીવન માથે જોખમી બની શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચાલતી ટ્રેનમાં મસ્તી કરવી ભારે પડી ગઈ, ટ્રેનની બહાર લટકીને મસ્તી કરી રહેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે… હિમ્મતવાળા લોકો જ વીડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*