રામ રાખે તેને કોણ ચાખે…! પુરપાટ ઝડપે જતી કારે બાઇક સવાર વ્યક્તિને લગાવી જબરદસ્ત ટક્કર – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Published on: 5:54 pm, Thu, 23 June 22

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો જોઇને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાઈક સવારને કાર જબરદસ્ત ટક્કર લગાવે છે. આ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક યુવક 15 ફૂટ ઉછળીને એક ખાડામાં પડી ગયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. તે લોકોએ ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના પીલીભીતમાં બની હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, પૂરપાટ ઝડપે જઈ રહેલા કારચાલકે 52 વર્ષીય બાઈક સવાર સલાહુદ્દીન નામના વ્યક્તિને જબરદસ્ત ટક્કર લગાવી હતી. એક્ટર એટલી જોરદાર હતી કે, બાઈક સવાર સલાહુદ્દીન ઉછળીને એક ખાડામાં જઈને પડ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ કારમાં સવાર લોકો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ત્યાર બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. તેઓએ સલાહુદ્દીનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટના બુધવારના રોજ સાંજના સમયે બની હતી.

સલાહુદ્દીન પોલીટેકનીકલ કોલેજમાં નોકરી કરે છે. તેઓ નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે રસ્તામાં આ અકસ્માતની ઘટના બની હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે કેટલાક સગીર બાળકો આ કાર ચલાવી રહ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ તે તમામ લોકો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. હાલમાં સલાહુદ્દીનની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે…! પુરપાટ ઝડપે જતી કારે બાઇક સવાર વ્યક્તિને લગાવી જબરદસ્ત ટક્કર – જુઓ ઘટનાના CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*