હાલમાં બનેલી એક એવી ઘટના સામે આવી છે, જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. આ ઘટનામાં એક ચાર વર્ષના બાળકને સાપ ડંખ લગાવ્યો હતો. આ ઘટના બન્યાના એક મિનિટ પછી સાપનું મૃત્યુ થાય છે. આ ઘટનામાં બાળકને કંઇ પણ થતું નથી. ત્યારબાદ બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, ત્યાં બાળકને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
આ ચોંકાવનારી ઘટના ગોપલગંજમાં બની હતી. મળતી માહિતી અનુસાર 4 વર્ષનો અનુજ નામનો બાળક તેના મામાના ઘરે આવ્યો હતો. અનુજ ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ત્યાં એક સાપ આવે છે અને અનુજને ડંખ લગાવે છે. આ કારણોસર અનુજ ખૂબ જ ડરી ગયો હતો અને તે દોડીને ઘરમાં ભાગી જાય છે.
ત્યાં જઈને તે દાબીને કહે છે કે, તેને સાપ કરડ્યો છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. તે લોકોએ અનુજને ઘરે જ પ્રાથમિક સારવાર આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ અનુજને તેઓ હોસ્પિટલ લઈ જવાની તૈયારીઓ શરૂ કરી રહ્યા હતા.
ત્યારે કેટલાક લોકોએ જોયું તો અનુજને જે સાપે ડંખ લગાવ્યો હતો, તે સાપ મૃત્યુ પામ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને અનુજની માતાએ જણાવ્યું કે, અનુજ ઘરના દરવાજા પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન એક ઝેરી સાપે તેને ડંખ લગાવ્યો હતો. ત્યારબાદ તે રડતો રડતો ઘરમાં આવ્યો હતો અને અમને આ વાતની જાણ કરી હતી.
અનુજની વાત સાંભળી ને ઘરમાં હાજર તમામ લોકોના હોશ ઉડી ગયા. ત્યારે અનુજના મામા એ બહાર જઈને જોયું ત્યારે ઝેરી સાપ મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ પરિવારના લોકો અનુજ અને મૃત્યુ પામેલા સાપને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ડોક્ટરે અનુજની સારવાર કરી અને પછી કહ્યું કે અનુજની તબિયત સારી છે.
સાપ અને બાળકને જોવા માટે હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. સમગ્ર ઘટનાને લઇને ડોક્ટરે કહ્યું કે દરેક લોકોમાં રોગપ્રતિકારક શક્તિ હોય છે. જે વિવિધ પ્રકારની હોય છે. ચાર વર્ષના બાળકની અંદર રોગ પ્રતિકારક શક્તિ હશે. પેશાબ માટે હાનિકારક હોઇ શકે છે અને તેના કારણે સાપનું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો