રામ રાખે તેને કોણ ચાખે..! રોડ ક્રોસ કરી રહેલા સાઇકલ સવારે યુવકને મોત અડીને નીકળી ગયું… વીડિયો જોઈને તમે પણ કંપી ઉઠશો…

Published on: 6:25 pm, Mon, 6 March 23

મિત્રો રસ્તા ઉપર હંમેશા સાવધાની પૂર્વક ચાલવું જોઈએ. કારણકે જિંદગીનો કોઈ ભરોસો હોતો નથી. કારણ કે રસ્તા ઉપર ક્યારે શું થઈ જાય તે કોઈને ખબર રહેતી નથી. ઘણી વખત તમે માત્ર થોડીક જ સેકન્ડોમાં બનેલી ભયાનક અકસ્માતની ઘટનાઓ જોઈ હશે. અકસ્માતની ઘટનાઓ એટલી ગંભીર હોય છે કે નજરે જોનાર લોકોને પણ કંઈ સમજાતું નથી.

સામાન્ય રીતે વાહનોની ઝડપના કારણે ગંભીર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. દરરોજ દુનિયામાં અકસ્માતની ઘટનામાં ઘણા લોકો પોતાના જીવ ગુમાવતા હશે અને ઘણા લોકોના અકસ્માતની ઘટનામાં ચમત્કારી બચાવ થતા હશે. ત્યારે હાલમાં તેઓ જ એક અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તો ઘડીક વાર તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

વાસ્તવિકતામાં આ અકસ્માતની ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલો એક વ્યક્તિ માંડ માંડ બચે છે. નવાઈની વાત એ છે કે રસ્તાની વચ્ચોવચ ખૂબ જ ભયંકર અકસ્માત થયો છતાં પણ રોડ ક્રોસ કરી રહેલા સાયકલ સવાર યુવકનો વાળ પણ વાંકો થયો નથી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી રહ્યો છે. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક વ્યક્તિ ઝેબ્રા ક્રોસિંગ પર સાયકલ ચલાવીને રોડ ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન એક ઝડપી કાર ચાલક એક ટેમ્પાને જોરદાર ટક્કર લગાવે છે. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તે રસ્તા ઉપર જ પલટી ખાઈ ગયો હતો. બે વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કર વચ્ચે સાયકલ સવાર યુવક માંડ માંડ બચ્યો હતો.

કારની ટક્કરના કારણે એવું લાગી રહ્યું હતું કે બેકાબુ બનેલો ટેમ્પો સાયકલ સવાર ને અડફેટેમાં લઈ લે છે અને તેના ઉપર જ પલટી ખાશે. પરંતુ આ ઘટનામાં સાયકલ ચાલક યુવકને કંઈ પણ થતું નથી. ટ્વીટર પર Hasan Zaroori Hai નામના એકાઉન્ટ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે.

38,000 થી પણ વધારે લોકોએ વીડિયોને જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો તો કહી રહ્યા છે કે આજે યમરાજ રજા ઉપર હશે. જ્યારે ઘણા લોકોનો તો વિડીયો જોઈને પરસેવો છૂટી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે..! રોડ ક્રોસ કરી રહેલા સાઇકલ સવારે યુવકને મોત અડીને નીકળી ગયું… વીડિયો જોઈને તમે પણ કંપી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*