રસ્તા પર શાંતિથી ચાલતા-ચાલતા જતા દાદાને રખડતા ઢોરે ખુંદી નાખ્યા, દાદાનું તડપી તડપીને મોત…જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…

Published on: 7:34 pm, Thu, 17 November 22

ગુજરાતમાં દિવસેને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે રાજકોટમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. જેમાં રોડ ઉપર શાંતિને ચાલીને જતા રોજ વ્યક્તિને એક રખડતા ઢોરે અડફેટમાં લીધા હતા.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટના ગોપાલ ચોક નજીક બની હતી.મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના ગોપાલ ચોક નજીક રસિકલાલ નામના વૃદ્ધ વ્યક્તિ શાંતિને ચાલતા ચાલતા રોડ ઉપર જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તા ઉપર ઉભેલી એક ગાય અચાનક જ રસિકભાઈ ઉપર પ્રહાર કરે છે. ગાય રસિકભાઈને જમીન ઉપર પટકી દે છે અને ત્રણ મિનિટ સુધી ગાય રસિકભાઈને ખૂંદી નાખે છે. આ ઘટનામાં રસિકભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું દર્દનાક મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.

સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા રસિકલાલના દીકરાએ ગાયના માલિક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રસિકભાઈ ના પુત્ર એ જણાવ્યું કે જો કાર્યવાહી નહીં થાય તો અનનો ત્યાગ કરીને કમિશનર ઓફિસ પાસે બેસી જશે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં પ્રથમવાર રખડતા ઢોરે લીધેલા પગ નો પ્રથમ ગુનો નોંધાયો છે.

સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રસિકલાલ શાંતિથી રોડ પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. ત્યારે સામે ઊભેલી એક ગાય અચાનક જ તેમની ઉપર પ્રહાર કરે છે અને તેમને જમીન પર પછાડી દે છે. આ ઘટનામાં રસિકભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. રસિકભાઈ ગાયથી બચવાના અનેક પ્રયાસો કર્યા હતા.

પરંતુ રસિકભાઈ બચી શક્યા ન હતા. ગંભીર રીતે ઇજા પહોંચવાના કારણે રસિકભાઈનું કરુણ મોત થયું હતું. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર શાંતિથી ચાલતા-ચાલતા જતા દાદાને રખડતા ઢોરે ખુંદી નાખ્યા, દાદાનું તડપી તડપીને મોત…જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*