ભારતના વીર જવાનો હંમેશા દેશની સેવા કરવા માટે તૈયાર રહેતા હોય છે. દરેક ભારતીઓને આપણા સૈનિકો પર હંમેશા ગર્વ હોય છે. આપણા સૈનિક ભાઈઓ હંમેશા ગમે તે સંજોગોમાં જેમ કે તડકો હોય કે છાયડો, ઠંડી હોય કે પછી વરસાદ તેમ છતાં આ જવાન હંમેશા દેશની સેવા કરવા માટે તૈયાર રહેતા હોય છે.
તેઓ દેશની સુરક્ષા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે અને જો કોઈ જવાન દેશની સેવા કરતા-કરતા શહીદ થઈ જાય તો તેનું આપણને મોટું દુઃખ લાગતું હોય છે. હાલમાં ઉત્તર પ્રદેશના અમેઠી ના એક જવાન જ દેશની સેવા કરતા કરતા શહીદ થઈ ગયા છે અને આ શહીદ જવાનનું નામ દિનેશ કસોધન છે.
તેઓ ફરજ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.આ વીર શહીદ જવાન પિપરપુરના દુર્ગાપુર ગામના રહેવાસી હતા.
તેઓ શહીદ થયા પછી તેમના પાર્થિવદેહને તેમના વતનમાં લાવવામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રા વખતે વરસાદ પણ ચાલુ હતો અને એ વખતે ગામના લોકોની સાથે સાથે વાદળા પણ આંસુઓ સરકાવી રહા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!