બાઈક પર સવાર માં દીકરાને શાકભાજીથી ભરેલા પીકઅપે જોરદાર ટક્કર લગાવી, માતાની નજર સામે દીકરાનું કરુણ મૃત્યુ… ‘ઓમ શાંતિ’

Published on: 6:40 pm, Tue, 27 September 22

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં હાઈસ્પીડે આવતા પીકઅપ વાહને બાઈક પર સવાર માતા અને દીકરાને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે માતાને આ ઘટનામાં સામાન્ય ઇજા પહોંચી છે. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટના અજમેર જિલ્લાના શિવપુરા પાસે બની હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 20 વર્ષે મુકેશ પ્રજાપતિ નામનો યુવક પોતાની માતા સાથે બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન શાકભાજીથી ભરેલા પીકપઅ વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે માતા અને દીકરો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા.

આ ગંભીર અકસ્માતની ઘટના બપોરના એક વાગ્યાની આસપાસ બની હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં મુકેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણસર તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ઉપરાંત અકસ્માતમાં મુકેશની માતા શાંતિ દેવીને સામાન્ય ઇજા પહોંચી હતી. પીકપઅ ચાલકની બેદરકારીના કારણે માતાની નજર સામે જ દીકરાનું મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક મુકેશના પરિવારજનોની ફરિયાદના આધારે પીકઅપ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુકેશના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર સવાર માં દીકરાને શાકભાજીથી ભરેલા પીકઅપે જોરદાર ટક્કર લગાવી, માતાની નજર સામે દીકરાનું કરુણ મૃત્યુ… ‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*