કોળી સમાજના દિગ્ગજ આગેવાન એવા ઉપેશભાઈ પટેલ અને એમની સાથે કોળી સમાજના લગભગ 500 કરતાં પણ વધુ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા: ગોપાલ ઇટાલિયા

Published on: 6:24 pm, Tue, 27 September 22

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીનો ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલની ગેરંટી ઉપર ખૂબ જ વિશ્વાસ અને આશા રાખી રહી છે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે વર્ષો સુધી ભાજપને મત આપીયા પછી ગુજરાતની જનતા હવે છેતરાયેલી લાગણી અનુભવી રહી છે.

ત્યારે અરવિંદ કેજરીવાલે એક વિશ્વાસનું પ્રતીક બનીને સમગ્ર ગુજરાતની અંદર ઉભરી રહ્યા છે. સિવાય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને કેટલીક ગેરેન્ટીઓ આપવામાં આવી છે. જેમાં 300 unit મફત વીજળી, શાનદાર સરકારી સ્કૂલ બનાવવાની અને મફત શિક્ષણ, મોહલ્લા ક્લિનિક બનાવવાની, દરેક સરકારી દવાખાના સારા કરવાની અને મફત આરોગ્ય સેવા આપવાની, શહીદ સૈનિકોને એક કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવાની, મહિલાઓને પણ દર મહિને હજાર રૂપિયાની સન્માન રાશિ આપવાની ગેરંટી અરવિંદ કેજરી વાલે આપી છે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે આ ગેરંટીઓના કારણે ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે..

વધુમાં વાત કરતા ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે, હવે ગુજરાત ઘરમાંથી તમામ આગેવાનો ધીમે ધીમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. પાછલા દિવસોમાં નવસારીની અંદર પણ સામાજિક કાર્યકર તરીકે કામ કરતા અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન એવા ઉપેશ પટેલ અને એમની સાથે અલગ અલગ ગામના જેમકે, ઈચ્છાપુર, અડધા, વેદાંત, માણેકપુરના કોળી સમાજના લગભગ 500 કરતાં પણ વધારે સમાજસેવક, કાર્યકર્તાઓ, આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કોળી સમાજના દિગ્ગજ આગેવાન એવા ઉપેશભાઈ પટેલ અને એમની સાથે કોળી સમાજના લગભગ 500 કરતાં પણ વધુ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા: ગોપાલ ઇટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*