વઢવાણની ભોગવા નદીમાં રમતા-રમતા બે બાળકો નદીના ઉંડા પાણીમાં ડૂબી ગયા, બંનેના કરૂણ મૃત્યુ…

Published on: 5:56 pm, Sat, 9 April 22

સુરેન્દ્રનગરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદીમાં 2 બાળકોના ડૂબવાના કારણે કરૂણ મૃત્યુ થયા છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ ત્રણ બાળકો ભોગાવો નદીમાં ન્હાવા પડ્યા હતા.

તેમાંથી બે બાળકોના ડૂબવાના કારણે કરૂણ મૃત્યુ થયા છે. એક બાળકને હોસ્પિટલમાં સારવાર દરમિયાન બચાવી લેવામાં આવ્યો છે. ત્યારે આ ઘટના બની ત્યારે ગામના આસપાસના લોકો ઉપરાંત વઢવાણ તાલુકા પોલીસ અને સુરેન્દ્રનગરની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી મૂજબ 12 થી 14 વર્ષની ઉંમરના ત્રણ બાળકો ભોગાવો નદીમાં નહાવા ગયા હતા. નહાતી વખતે અચાનક ત્રણેય બાળકો નદીના પાણીમાં ડુબવા લાગે છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉપરાંત એક બાળકને બચાવી લીધો હતો.

અને તેને સારવાર માટે હોસ્પિટલ મોકલી દીધો હતો હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બાળકનું બચાવ થયો છે. પરંતુ અન્ય બે બાળકો નદીના ઉંડા પાણીમાં ડૂબી જવાના કારણે તેમના કરૂણ મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સહિત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ ફાયર વિભાગની ટીમે નદીમાંથી બંને બાળકોના મૃતદેહને બહાર કાઢી હતી અને પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. ત્યાર બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. એક સાથે બે બાળકોના મૃત્યુ થતાં ગામમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વઢવાણની ભોગવા નદીમાં રમતા-રમતા બે બાળકો નદીના ઉંડા પાણીમાં ડૂબી ગયા, બંનેના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*