વડોદરામાં ‘ચા’ બનાવતી વખતે ચાવાળા કાકાનું હાર્ટ એટેક આવવાના કારણે ઘટના સ્થળે કરુણ મોત… જુઓ 10 સેકન્ડમાં મોતનો લાઈવ વિડિયો…

Published on: 6:04 pm, Fri, 3 March 23

છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં વડોદરામાં ચા બનાવતી વખતે એક યુવકને અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ચાની કીટલી ચલાવતા માલિકને ચા બનાવતી વખતે અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે ભાગદોડ મચી ગઈ હતી.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં 48 વર્ષના ભીમજી ચંદુલાલ નાથાણી નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભીમજીભાઈ ચાની કીટલી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે ચા બનાવતી વખતે અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે ભીમજીભાઈ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ભીમજીભાઈનું મૃત્યુ થતાં જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ભીમજીભાઈની દુકાન પર કોલેજીયન યુવાનો અને યુવતીઓ ચા પીવા માટે આવતા હતા. મળતી માહિતી અનુસાર ઘટનાના દિવસે ભીમજીભાઇ ચા બનાવી રહ્યા હતા.

ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો. આ દરમિયાન ભીમજીભાઇ બોલે તે પહેલા ચાની બાજુમાં ટેબલો ઉપર બેઠેલા ગ્રાહકો ઉપર ઢળી પડ્યા હતા. ત્યારબાદ તમામ લોકો ભેગા મળીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા ભીમજીભાઇએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ચા બનાવતી વખતે ભીમજીભાઈનું મોત થતા તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં ‘ચા’ બનાવતી વખતે ચાવાળા કાકાનું હાર્ટ એટેક આવવાના કારણે ઘટના સ્થળે કરુણ મોત… જુઓ 10 સેકન્ડમાં મોતનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*