પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતાં પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, માથાકૂટ નું કારણ જાણીને તમે પણ ચોકી જશો…

Published on: 11:59 am, Thu, 21 October 21

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજસ્થાનની તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાન કોટાના આરકે પુમમાં 23 વર્ષની પરિણીત મહિલાએ ગળાફાસો ખાઈની જીવન ટૂંકું કર્યું છે. ગળાફાંસો ખાનાર મહિલા અંજલી સુમન કોટાના રામચંદ્રપૂરની રહેવાસી હતી.

મૃત્યુ પામેલી મહિલાના લગ્ન બે વર્ષ પહેલા મધ્યપ્રદેશના મંદસોરના રહેવાસી શુભમ સાથે થયા હતા. મળતી માહિતી અનુસાર શુભમમાં કોર્ટમાં નોકરી કરતો હતો. જ્યારે મંગળવારના રોજ શુભમને તેની પત્ની અંજલિએ પોતાનો મનપસંદ શુટ પહેરવાનું કહ્યું હતું.

અને ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. ત્યારબાદ શુભમ ઘરેથી જમ્યા વગર નીકળી ગયો હતો. અને ત્યાર પછી અંજલિએ ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. મૃત્યુ પામેલી મહિલાના પિતાએ જણાવ્યું કે તે પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે.

મંગળવારે પત્નીએ તેને તેની પસંદગીનો શુટ પહેરવાનું કહ્યું હતું. અને ત્યારબાદ આ બાબતને લઈને બંને વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. અને ત્યારબાદ શુભમ બાઈકની ચાવી માંગીને જમ્યા વગર નો પોતાની ડ્યુટી માટે ઘરેથી નીકળી ગયો હતો.

અને ત્યારબાદ અંજલિએ શુભમ ને ફોન કરીને કહ્યું હતું કે, મારે તમારી સાથે વાત કરવી છે. ત્યારે શુભમેં કહ્યું હતું કે ડ્યુટી પરથી પરત ફરીને વાત કરું. અને ત્યારબાદ અડધી કલાક પછી ફોન આવ્યો કે અંજલિએ ગળાફાંસો ખાઇ લીધો છે.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. અને બુધવારના રોજ મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!