ગુજરાતની બે બહાદુર દીકરીનુ આર્મીમાં થયું સિલેક્શન,ગજગજ ફૂલી છકડો ચલાવતા પિતાની છાતી

Published on: 12:24 pm, Thu, 21 October 21

બોટાદ ના રહેવાસી પરબતભાઈ દિવસે રાત છકડો ચલાવીને મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ તેમના ઘરમાં આનંદનો માહોલ સર્જાયો છે. કારણ કે તેમની બંને દીકરીઓએ તેમનું નામ રોશન કર્યું છે. પરિવારની બંને દીકરીઓએ રાત દિવસ મહેનત કરી અને ત્યારબાદ તેઓને દેશની સેવા કરવા માટે તક મળી છે.

પરબતભાઈ ની બંને દીકરીઓ નાની હતી ત્યારથી તેઓ રમતગમતમાં હોશિયાર હતી બંને બહેનોને નાનપણથી ઈચ્છા હતી કે તેઓ દેશ માટે કંઈક કરે. માતાની છત્રછાયા ગુમાવી હોવા છતાં બંને પુત્રીઓ માં ગજબનો આત્મવિશ્વાસ ભરેલો હતો. તેના પિતાએ પુત્રીને પ્રોત્સાહિત કરીને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

રિક્ષા ચલાવીને પિતા બંને પુત્રીઓ નું ભરણપોષણ કરતા હતા. પુત્રીઓની ઇચ્છા હતી આર્મીમાં જોડાવાની જેથી તેઓ રાત-દિવસ મહેનત કરતા હતા. દીકરીઓની મહેનત રંગ લાવી અને તેમને જે કરવુ હતું તે સાબિત કરીને બતાવ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતની બે બહાદુર દીકરીનુ આર્મીમાં થયું સિલેક્શન,ગજગજ ફૂલી છકડો ચલાવતા પિતાની છાતી"

Leave a comment

Your email address will not be published.


*