ગમે તે થાય હો બાકી જાન તો નીકળશે જ…! વરસાદમાં નીકળેલી જાનનો વિડીયો થયો વાયરલ… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશે…

Published on: 12:14 pm, Tue, 28 November 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે અમુક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તો ગુજરાતમાં લગ્નની સીઝન ચાલુ છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર લગ્નનો એક ખૂબ જ રમુજી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર એક જાન નીકળેલી જોવા મળી રહે છે. જેમાં જાનૈયાઓ તાડપત્રી ઓઢીને રસ્તા પર ચાલતા નજરે પડી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ગયા વર્ષનો છે પરંતુ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત વિડીયોના કેપ્શન માં લખવામાં આવ્યું છે, ગમે તે થાય જાન તો નીકળીને જ રહેશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાજુ વરસાદ પડી રહ્યો છે અને બીજી બાજુ રસ્તા પર એક જાન નીકળે છે.

આ જાન જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. કારણકે જાનમાં હાજર જાનૈયા આવો પોતાના માથે તાડપત્રી ઓઢીને આગળ વધી રહ્યા હતા અને કેટલાક જાનૈયાઓ તો તાડપત્રીની નીચે નાચતા નજરે પડી રહ્યા છે.

આ જાનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો instagram પર iamsuratwaale નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ગમે તે થાય હો બાકી જાન તો નીકળશે જ…! વરસાદમાં નીકળેલી જાનનો વિડીયો થયો વાયરલ… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશે…"

Leave a comment

Your email address will not be published.


*