શું કોંગ્રેસ માં પડ્યું સૌથી મોટું ગાબડું? 76000 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના દાવાથી બબાલ

272

જયોતિરદિત્ય સિંઘિવા એ કોંગ્રેસની વિરુદ્ધ બળવો કર્યો અને ત્યારબાદ તેમના ટેકેદારોની મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ છોડવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ ગઈ છે. ગ્વાલિયર – ચંબલ તેમનું ઘર છે અને તેથી જ અહીંથી વધુ પ્રમાણ માં સંખ્યા છે. મધ્ય પ્રદેશની વિધાનસભાની 27ની બેઠકોની પેટાચૂંટણીમાં સૌથી મહત્વપૂર્ણ ગ્વાલિયર – ચંબલ ડીવીઝનમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની અંદર સૌથી મોટું ગાબડું પાડું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભાજપનાજણાવ્યા મુજબ આ ક્ષેત્રમાં ત્રણ દિવસીય મેગા સદસ્યતા અભિયાન માં 76000 થી વધુ કાર્યકર્તા ઓએ ભાજપની સદસ્યતા લીધી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે ગવલિયાર અને ચંબલ વિભાગના ચાર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના 76311 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જો કે કોંગ્રેસે ભાજપના આ દાવાને ખોટો ગણાવી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં યોજાનારી 27 બેઠકો પૈકી ગવલિયર અને ચંબલ વિભાગ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે પેટાચૂંટણીની મહત્તમ 16 બેઠકો આ ક્ષેત્રની હોય છે.

બીજી વાત એ છે કે જ્યોતિરાદિત્ય સિંઘીયા વિસ્તાર છે જેમણે કોંગ્રેસ સામે બળવો કર્યો હતો. ગ્વાલિયર ચંબલ ડિવિઝન સિંધિયા ના ગઢ છે,તેથી ભાજપ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉપર માનસિક દબાણ લાવવા મેઘા સભ્યપદ અભિયાન ચલાવી રહી છે. કોરોના નુ માહોલ હોવા છતાં સાર્વજનિક આયોજન કરીને કોંગ્રેસ કાર્યકર્તાઓને ભાજપનું સભ્યપદ આપવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!