નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં તંત્રની પોલ ખુલ્લી પડી, નીતિન પટેલે લીધો ઉધડો

Published on: 3:33 pm, Tue, 25 August 20

મહેસાણા જિલ્લામાં વરસાદને પગલે રોડની હાલત ભારે કફોડી બની છે. આજે યોજાયેલી આયોજનની બેઠકમાં ખાસ રેલવેના સ્થળ પર તપાસ કરવામાં આવી હતી અને કોઈ પર વરસાદી પાણી ભરાઈ જવાના પગલે નાયબ મુખ્યમંત્રી અધિકારીઓનો ઉધડો લીધો હતો.

કોરિડોર માં મામલે પડતી તફલીકો અગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવશે, તેવું નાયબ મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી. મહેસાણામાં વરસાદ પાણી ભરાવાના પગલે હાલમાં રોડની હાલત કફોડી બની છે.રોડ મામલે તપાસ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રોડ તૂટી ગયો હશે તેવા કોન્ટ્રાકટરને નોટિસ આપી નવેસરથી રોડ માટે કામ હાથ ધરવામાં આવશે. આગામી દિવાળી સુધીમાં તમામ રોડ ફરી વાર સારા બનાવી દેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!