રાત્રે ભોજન કર્યા બાદ એક પરિવારમાં બન્યું એવું કે, 2 વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 10:08 am, Tue, 19 April 22

હાલમાં બનેલી કોઈ દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે વર્ષના માસૂમ બાળકનું પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર હનુમાનગઢ જિલ્લાના પીલીબંગા વિસ્તારમાં રાત્રે રમતા રમતા બે વર્ષનો માસૂમ બાળક ડીગ્ગીમાં પડી જતા માસુમ બાળક પાણીમાં ડૂબી ગયો હતો, આ કારણસર તેનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ આ ઘટના રાત્રિના સમયે દસ વાગ્યાની આસપાસ બની તેવું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર રાત્રે જમીને પરિવારના સભ્યો સુઈ ગયા હતા. થોડીકવાર પછી બાળકની માતા બાળકની સંભાળ લેવા આવે છે. ત્યારે બાળક ગાયબ હોય છે.

ત્યારે પરિવારજનો બાળકની શોધખોળ કરવાનું શરૂ કરે છે. મળતી માહિતી મુજબ પડોશીઓ ડીગ્ગીમાં જોવે છે ત્યારે બાળક મૃતદેહ પાણીમાં તરતું દેખાય છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા બાળકનું નામ દિનદયાલ હતું અને તેની ઉંમર માત્ર બે વર્ષની હતી.

મળતી માહિતી મુજબ ઘરમાં ડીગ્ગી બનાવવામાં આવ્યું હતું અને દિનદયાલ નાનો હોવાથી ડીગ્ગી તેના પર હંમેશા કવર રાખવામાં આવતું. આ ઉપરાંત ડીગ્ગી પર પાંજરૂ પણ રાખવામાં આવતું હતું. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે ડીગ્ગીનું ઢાંકણું લગાવવાનું પરિવારજનોને ભુલાઈ ગયું હતું. 10 વાગે પરિવારના સભ્યો જમીને સુઈ ગયા હતા.

ત્યારે થોડીક વાર પછી દિનદયાલની માતા દિનદયાલની ખબર લેવા માટે આવે છે. ત્યારે તે પોતાની જગ્યાએથી ગુમ હોય છે. ત્યારે તેની શોધખોળ શરૂ કરે છે અને દિનદયાલનો મૃતદેહ ડીગ્ગીની અંદર તરતું જોવા મળે છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઉપરાંત પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાત્રે ભોજન કર્યા બાદ એક પરિવારમાં બન્યું એવું કે, 2 વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*