વાયર પર ફસાયેલી બિલાડીને બચાવવા એક વ્યક્તિએ લગાવ્યું એવુ ગજબનું દિમાગ કે તમે પણ કહેશો…

Published on: 12:39 pm, Sun, 5 December 21

સોશિયલ મીડિયા પર અવારનવાર જુગાડ સંબંધિત વીડિયો વાયરલ થતાં જોવા મળે છે અને કેટલાક એવા જુગાડ હોય છે જે જોતા જ લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. આજકાલ ઈન્ટરનેટ પર આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જેમાં એક વ્યક્તિ જે રીતે જુગાડથી બિલાડી ને બચાવે છે તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો માં એક વ્યક્તિએ બે બિલાડી ના જીવ બચાવીને માનવતાનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, બે બિલાડીઓ વાયર પર લટકી રહી હતી અને તેઓ નીચે ઉતરવા માટે મથામણ કરી રહી છે. પરંતુ તે નીચે ઉતારવામાં નિષ્ફળ નીવડે છે ત્યારે એક વ્યક્તિ દિમાગ લગાવીને એવો જુગાડ કરે છે કે જેને કારણે આ બિલાડીઓના જીવ બચી જાય છે.

તમને જણાવી દઇએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર IFS Sushant Nanda એ શેર કર્યો છે. સાથે તેને કેપ્શન માં લખ્યું કે, જ્યારે પણ મોકો મળે ત્યારે બીજાનો જીવ બચાવીને દયાળુ બનો.

આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાયર પર ફસાયેલી બિલાડીને બચાવવા એક વ્યક્તિએ લગાવ્યું એવુ ગજબનું દિમાગ કે તમે પણ કહેશો…"

Leave a comment

Your email address will not be published.


*