બુલેટ પર સવાર થઈને ઘરે જતા 2 જીગરી મિત્રોને રસ્તામાં નડ્યો દર્દનાક અકસ્માત…બંનેનું એક સાથે કરુણ મોત…

દેશમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે યુવકના મોત થયા છે. બંને યુવક બુલેટ પર સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તાના કિનારે ઉભેલા ટ્રેક્ટર સાથે તેમની બુલેટની જોરદાર ટક્કર થઈ હતી.

જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બુલેટ પર સવાર બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેનું કરુણ મોત થયું છે. આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. ઘટનામાં મૃત્યુ પામેલા એક યુવકનું નામ નિર્ભય કુમાર હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. જ્યારે બીજા યુવકનું નામ અખિલેશ કુમાર હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને ઘટનાની જાણ યુવકોના પરિવારજનોને કરી હતી. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ મોડી રાત્રે બની હતી.

મળતી માહિતી અનુસાર અખિલેશ ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસનું કામ કરતો હતો અને તે જ ઓફિસમાં નિર્ભય વોર્ડ બોય હતો. બંને એકબીજાના જીગરી મિત્રો હતા. બંને બુલેટ પર સવાર થઈને ઘરે આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટના બનતા જ બે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*