રાજકોટમાં ખેતી કામ કરતા 45 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન… 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના વધતા જતા બનાવનાર કારણે ગુજરાતની જનતા ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં બનેલો વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક 45 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મનીષભાઈ રાખોલીયા હતું.

મનીષભાઈ રાત્રે સુતા બાદ સવારે રાબેતા મુજબ ઉઠ્યા નહિ એટલે તેમના પત્ની તેમને જગાડવા માટે ગયા હતા. પરંતુ ત્યારે મનીષભાઈ બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. પછી મનીષભાઈ ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં હાજર તબીબે મનીષભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

મનીષભાઈના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા મનીષભાઈ ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.

મળતી માહિતી અનુસાર મૂળ રબી ગામના અને હાલ બાલાજી હોલ પાસે રામ પાર્કમાં આવેલ શ્રીજી દર્શન એપાર્ટમેન્ટમાં મનીષભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ મનીષભાઈ સૂઈ ગયા હતા.

જ્યારે વહેલી સવારે દરરોજની જેમ મનીષભાઈ જાગ્યા નહીં. એટલે તેમના પત્ની તેમને જગાડવા માટે ગયા હતા. ત્યારે મનીષભાઈ બેભાન હાલતમાં પડ્યા હતા. એટલે તેમની પત્નીએ પરિવારના અન્ય સભ્યોને બોલાવ્યા હતા અને મનીષભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મનીષભાઈને મૃત જાહેર કર્યા હતા. પછી આ ઘટનાની જાણ પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મનીષભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને જરૂરી તપાસ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે મનીષભાઈ નું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*