રખડતા આખલાના કારણે નોકરી પરથી ઘરે જતા રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, યુવકનું કમકમાટીભર્યું મોત… પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં રખડતા ઢોરના કારણે ઘણા લોકોના મોત થયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી રહી છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં રખડતા ધોરે વધુ એક યુવાનનો જીવ લીધો છે.

જેતપુર પાસે બાઈક સાથે આખલો અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 28 વર્ષના યુવાનનું કમકમાટીભર્યું મોત થયું હતું. યુવક નોકરી પરથી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં અકસ્માતમાં તેનું દર્દનાક મોત થયું હતું.

મૃત્યુ પામેલા યુવકનું નામ ગૌરવ સટોડીયા હતું અને તે જામકંડોરણા નજીક આવેલ મોટા ભાદરા ગામમાં રહેતો હતો. ગૌરવ જેતપુરમાં નોકરી કરવા માટે જતો હતો. સવારે તે નોકરી પર ગયો હતો અને સાંજના સમયે તે નોકરી પરથી પરત ફરી રહ્યું હતું.

ત્યારે રસ્તામાં અચાનક જ બાઈકની સામે આખલો ઉતર્યો હતો જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ગૌરવ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પછી તેને તાત્કાલિક સારવાર માટે જેતપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગૌરવનું મોત થયું હતું. આ બનાવની જાણ થતા જ વીરપુર પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી. પછી મૃત્યુ પામેલા ગૌરવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી.

દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાયો હતો. મૃત્યુ પામેલા ગૌરવના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. ગૌરવ પરિવારનો એકનો એક દીકરો હતો. તેને સંતાનમાં એક વર્ષની દીકરી છે. ઘટના બનતા જ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*