મારુતિ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… મિત્રની નજર સામે મિત્રનો દર્દનાક મોત…

દેશભરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રક અને મારુતિ વાન વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થયું છે.

જ્યારે મૃત્યુ પામેલા યુવકનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની ઘટના મોટી રાત્રે ઉત્તર પ્રદેશના ગોંડામાં બની હતી. આ ઘટનામાં એક ઝડપી ટ્રક ચાલકે સામેથી આવતી મારુતિ વાનને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે મારુતિ વાન રોડની સાઈડના ખાડામાં પડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે મારુતિ વાન ચલાવનાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે મારુતિમાં સવાર અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પછી તો પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર પછી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ વિશાલ શર્મા હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. 32 વર્ષનો આશુતોષ નામનો વ્યક્તિ મોડી રાત્રે વિશાલ સાથે તેની બહેનના ઘરે જવા માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં લગભગ બાર વાગ્યાની આસપાસ તેમને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટનામાં વાન ચલાવનાર વિશાલનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે આશુતોષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિશાલના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે ટ્રક કબજે લઈને ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*