જુઓ કેવી રીતે મોરબીનો ઝુલતો પુલ પડ્યો અને સર્જાયો મૃત્યુનો તાંડવ – જુઓ પુલ તૂટવાનો લાઈવ વિડિયો…

Published on: 11:47 am, Mon, 31 October 22

મોરબીમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હમચાવી દીધી છે. મોરબીમાં આવેલો ઝુલતો પુલ અચાનક જ તૂટી પડતા 400 જેટલા લોકો પાણીમાં પડ્યા હતા. આ ઘટનાના કારણે ઘણા હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. ત્યારે હાલમાં તૂટવાનો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રવિવારના રોજ સાંજના સમયે મોરબીમાં બનેલી ઘટનામાં છેકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર સૌપ્રથમ કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો અને ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસા થઈ ગઈ હતી.

પુલ ઉપર હાજર લોકો કંઈ સમજે તે પહેલા તો પૂલ તૂટી પડ્યો હતો અને એક પછી એક લોકો ટપોટપ નદીમાં પડવા લાગ્યા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પુલ તૂટવાનું મુખ્ય કારણ ઓવરલોડ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 100 લોકોની કેપેસિટી વાળા પુલમાં વધુ લોકો ચડ્યા હતા.

આ કારણોસર આ પુલ તૂટ્યો હતો. મોરબીમાં બનેલી દુર્ઘટનાનો લાઇવ વિડીયો હાલમાં સામે આવ્યો છે. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, પૂલ ઉપર ઘણા બધા લોકો ઉભેલા જોવા મળી રહ્યા છે અને ઘણા લોકો મોજ મસ્તી કરી રહ્યા છે અને ઘણા લોકો પુલ પર ઉભા રહીને ફોટોગ્રાફી કરતા નજરે પડી રહ્યા છે.

ત્યારે ત્યાં ઉભેલા લોકો કાંઈ સમજે તે પહેલા તો અચાનક જ પુલ એકસાઇડથી તૂટી પડ્યો હતો. આ કારણોસર પુલ ઉપર ઉભેલા તમામ લોકો નદીમાં ખાબકીયા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ અને મોટી સંખ્યામાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં 190 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હજુ પણ મૃત્યુનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. હાલમાં હજુ પણ બચાવવાની કામગીરીઓ શરૂ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જુઓ કેવી રીતે મોરબીનો ઝુલતો પુલ પડ્યો અને સર્જાયો મૃત્યુનો તાંડવ – જુઓ પુલ તૂટવાનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*