બેકાબુ ટેન્કર ચાલકે બાઈક પર સવાર ત્રણ યુવકોને કચડી નાખ્યા, ત્રણેયનું દર્દનાક મોત…3 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 11:52 am, Mon, 24 July 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોના મોત થયા છે. આ ઘટનામાં ત્રણ યુવકો બે દિવસ પહેલા ઉત્તરાખંડના હરિદ્વારમાં ટપાલ લેવા માટે ગયા હતા. આ દરમિયાન એક બેકાબૂ કન્ટેનર ચાલકે યુવકોને કચડી નાખ્યા હતા.

આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત થઈ ગયું હતું. ત્રણેય યુવકોના મોત થતા ત્રણેયના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

આ ઘટનાની માહિતી મળ્યા બાદ ત્રણેય યુવકોના સંબંધીઓ હરિદ્વાર પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ત્રણેય યુવકો શુક્રવારના રોજ ઉતરાખંડના હરિદ્વારમાં ટપાલ ભેગી કરવા માટે ગયા હતા. આ દરમિયાન એક અનિયંત્રિત ટેન્કર ચાલકે તેમને કચડી નાખ્યા હતા.

ઘટનામાં અનિલ અને મનોજ નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રદીપને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા, ત્યારે રસ્તામાં તેનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને કરી હતી.

પરિવારને ઘટનાની જાણ થતા જ તેઓ તાત્કાલિક હરિદ્વાર આવવા માટે નીકળી ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા અનિલના પરિવારમાં તેની પત્ની અને ત્રણ વર્ષનો દીકરો છે. અનિલના મોતના કારણે ત્રણ વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બેકાબુ ટેન્કર ચાલકે બાઈક પર સવાર ત્રણ યુવકોને કચડી નાખ્યા, ત્રણેયનું દર્દનાક મોત…3 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*