કાકો ભાન ભૂલ્યો..! સાવ નાની એવી વાતમાં દંડો લઈને એક કપલ ઉપર તૂટી પડ્યો… વીડિયો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે…

Published on: 2:53 pm, Mon, 24 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. આજકાલ લોકો નાની નાની વાતમાં ઝઘડવા લાગે છે અને મારા મારી ઉપર ઉતરી આવે છે. ઘણી વખત તો આવા ઝઘડાઓમાં લોકો પોતાના જીવો પણ ગુમાવે છે. હાલમાં આવો જ એક વિડીયો રાજધાની દિલ્હી માંથી સામે આવ્યો છે.

જેમાં ટોળાઓ દ્વારા દંપત્તિ પર બેરહેમીથી હુમલો કરાયો હોવાનો દ્રશ્યમાન થઈ રહ્યું છે. જેમાં મહિલાઓ પણ દેખાઈ રહી છે, એક શખ્સ લાકડી વડે તાબડતો દંપતી પર માર મારતો નજરે પડી રહ્યો છે. બીજી બાજુ મહિલાઓ થપ્પડ મારતી દેખાઈ રહી છે.

જાણકારી પ્રમાણે આ વિડીયો દક્ષિણી દિલ્હીના અમર કોલોની ની ઘટનાનો હોવાનું જાણવા મળ્યું છે. પાર્કિંગને લઈને વિવાદ થયો હતો ત્યારબાદ પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિકોએ મહિલા અને તેના પતિને માર માર્યો હતો. લોકો આવી નાની નાની વાતમાં મારામારી કરવા લાગે છે.

મળતી માહિતી અનુસાર આરોપીની ઓળખ દલજીતસિંહ તરીકે થઈ છે, દલજીતસિંહ પર તેમના પરિવાર અને અન્ય મહિલાઓ સાથે દંપતીને માર મારવાનો આરોપ લાગી રહ્યો છે. 45 સેકન્ડ ના આ વાયરલ વીડિયોમાં જાણવા મળતી માહિતી અનુસાર દલજીતસિંહ લાકડી વડે દંપત્તિને માર મારી રહ્યા છે. આ સાથે ત્રણ મહિલાઓ પણ કપલ પર હુમલો કરી રહી છે.

આવા નાના નાના ઝઘડાઓને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ઘણી વખત તો આવા નાના ઝઘડાઓ મોટું સ્વરૂપ લઈ લે છે જેના કારણે લોકોના જીવ પણ જાય છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાકો ભાન ભૂલ્યો..! સાવ નાની એવી વાતમાં દંડો લઈને એક કપલ ઉપર તૂટી પડ્યો… વીડિયો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*