બાઇક પર જઈ રહેલા કાકા અને ભત્રીજાને એક બેકાબૂ ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, કાકાનું કરૂણ મૃત્યુ…

Published on: 10:26 am, Sat, 7 May 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ભુજમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં એક બેકાબૂ ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લીધો હતો.

અકસ્માતમાં બાઈકચાલક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ભુજ શહેરની ભાગોળે ગણેશ કાંટાની સામે ધોળકિયા સ્કૂલ પાસે આવેલા ત્રણ રસ્તા પાસે બની હતી. આ અકસ્માતની ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચે આવી હતી.

મળતી માહિતી અનુસાર GJ 12 Z 4636 નંબરના બેકાબૂ ટ્રકે ધોળકિયા સ્કૂલ પાસે આવેલા ત્રણ રસ્તા પાસે GJ 12 ED 7383 નંબરની બાઈક ને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં 46 વર્ષીય ઓસમાણ ગની અલ્હેમાન ખત્રીની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર મળે તે પહેલા તો તેનું કરૂણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને મુસ્કાનનગરમાં રહેતા 49 વર્ષીય અબ્દુલ સકુર અલ્હેમાન ખત્રીએ ટ્રક ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના બની ત્યારે અબ્દુલ સકુર અલ્હેમાન ખત્રીનો દીકરો બાઈક ની પાછળ બેઠો હતો. આ ઘટનામાં તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રકચાલક ઘટનાસ્થળે ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઇક પર જઈ રહેલા કાકા અને ભત્રીજાને એક બેકાબૂ ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, કાકાનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*