ખેતરમાં કામ કરીને ઘરે જતી બે સગી બહેનો ટ્રેનની નીચે કચડાઈ ગઈ… બંનેનું તડપી તડપીને કરુણ મોત…

Published on: 10:37 am, Sat, 4 November 23

અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે સગી બહેનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને બહેનો રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન બંને ત્યાંથી પસાર થતી માલગાડીની અડફેટેમાં આવી ગઈ હતી.

જેના કારણે બંનેનું કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. એક જ દિવસે એક જ સાથે બે દીકરીઓના મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

આ ઘટના ફિરોઝાબાદ માંથી સામે આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલી એક બહેનની ઉંમર 19 વર્ષની જ્યારે બીજી બહેનની ઉંમર 17 વર્ષની હતી. બંને બહેનો ખેતરમાં કામ કરવા માટે ગઈ હતી. અહીં કામ કરીને બંને પરત ઘરે જઈ રહી હતી.

ત્યારે રસ્તામાં તેની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં 19 વર્ષની બહેનનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે 17 વર્ષની બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી હાલતમાં રેલ્વે ટ્રેનની બાજુમાં પડી હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલી 17 વર્ષની દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ અહીં સારવાર મળે તે પહેલા તો દીકરીનું મોત થઈ ગયું હતું. દીકરીઓના મોતના સમાચાર મળતા જ માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખેતરમાં કામ કરીને ઘરે જતી બે સગી બહેનો ટ્રેનની નીચે કચડાઈ ગઈ… બંનેનું તડપી તડપીને કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*