રાજકોટમાં ફિલ્મ જોવા નીકળેલી બે બહેનપણીઓને રસ્તામાં નડ્યો અકસ્માત, 17 વર્ષની યુવતીનું મોત… પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 10:32 am, Tue, 11 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સા ખૂબ જ સામે આવી રહ્યા છે. આવો જ એક અકસ્માત રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર મહુડી ઓવર બ્રિજ પર રવિવારે વરસતા વરસાદમાં સહેલી સાથે ઈલેક્ટ્રીક બાઈક લઈ જતી બે યુવતી પૂલની પાળી સાથે અથડાઈ હતી. પાણી સાથે અથડાઈ જતા કોઠારીયા રીંગ રોડ પર રહેતી એન્જિનિયરિંગ ની છાત્રા નું માથામાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું.

જ્યારે પાછળ બેઠેલી સહેલીને સામાન્ય ઇજા થતા તેનો બચાવ થયો હતો, બંને સાથે ફિલ્મ જોવા માટે નીકળી હતી ત્યારે રસ્તામાં એક ને કાળ ભેટી જતા કલ્પાત સર્જાયો છે. માલવીયા નગર પોલીસે મૃત્યુ પામનાર ની બહેનપણી ખુશીબા ના પિતા વિજયસિંહ બહાદુર સિંહ રાણા ની ફરિયાદ પરથી મૃત્યુ પામનાર ચાલકો કૃશી મહેશભાઈ કાકડીયા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વિજયસિંહ રાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે સહજાનંદ ફાર્મ રીબડા ખાતે નોકરી પર હતો. બપોરે ત્રણેક વાગ્યે મારી દીકરી ખુશીબાના ફોનમાંથી ફોન આવતા મેં વાત કરતા કોઈ અજાણી વ્યક્તિએ મને કહ્યું કે આ ફોન જેનો છે તે દીકરીને અકસ્માતમાં ઈજા થઈ છે. મવડી 150 ફૂટ રીંગ રોડ બ્રિજ પર તમે જલ્દી આવી જાવ. આથી હું રીબડાથી રાજકોટ બાઈક પર આવવા નીકળ્યો હતો, ત્યાં ફરીથી ફોન આવ્યો હતો

. જેથી ખુશી એ વાત કરી હતી કે તેને 108 માં સિવિલ હોસ્પિટલ લઈ જાય છે આ પછી હું હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરી ખુશીબાએ કહ્યું હતું. હું બપોરે મારી બહેનપણી કૃશી મહેશભાઈ કાકડિયા જે કોઠારીયા રીંગ રોડ પર તિરુપતિ બાલાજી પાર્ક માં રહે છે. તેના ઈલેક્ટ્રીક બાઈકમાં બેસી ઘરેથી કઓસ્મઓપ્લએક્સમઆં ફિલ્મ જોવા જવા નીકળી હતી.

વાહન કૃશી ચલાવતી હતી અને હું પાછળ બેઠી હતી વરસાદ આવતો હોવાથી મેં મોઢે ચુંદડી ઓઢી હતી. 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક થી ઓમનગર સર્કલ મવડી બ્રિજ ઉપરથી અમે પસાર થયા હતા. ત્યારે બ્રિજ ચડતા જ ડાબી બાજુની પાળી સાથે અમારું વાહન અથડાઈ જતા હું અને કૃશી બંને પડી ગયા હતા. જેમાં કૃશીને માથામાં વધુ વાગી જતા લોહી નીકળ્યું હતું, અને મને સામાન્ય ઈજા થઈ હતી.

માણસો ભેગા થઈ જતા અમને હોસ્પિટલ લાવ્યા હતા પણ અહીં કૃશીને ડોક્ટરે મૃત જાહેર કરી હતી. મૃત્યુ પામનાર કૃશી એક ભાઈથી મોટી હતી અને ધોરણ 12 માં અભ્યાસ પૂરો કરી ત્રણેક દિવસ પહેલા જ તેણે અમદાવાદમાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે એડમિશન લીધું હતું. ત્યાં અભ્યાસ માટે જવાની હતી, આશાસ્પદ દીકરીના મોતથી કાકડિયા પરિવારમાં કલ્પાત સર્જાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં ફિલ્મ જોવા નીકળેલી બે બહેનપણીઓને રસ્તામાં નડ્યો અકસ્માત, 17 વર્ષની યુવતીનું મોત… પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*