વડોદરામાં ઘરની બાજુમાં કામ કરતી 20 વર્ષની દીકરીને કિંગ કોબ્રા સાપ કરડીયો, દીકરીનું તડપી તડપીને મોત… રબારી પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 11:29 am, Tue, 11 July 23

હાલમાં વડોદરામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વણછરા ગામમાં રહેતી 20 વર્ષની ખુશ્બુ કનુભાઈ રબારી નામની યુવતીનું દર્દનાક મોત થયું છે. મળતી માહિતી અનુસાર ખુશ્બુને કોબરા સાપ કરડીયો હતો જેના કારણે તેનું મોત થઈ ગયું છે.

માહિતી માહિતી અનુસાર ગામમાં કોબ્રા સાપ દેખાયા બાદ ગામના લોકોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટના કાર્યકરે લગભગ ત્રણ કલાકની મહેનત બાદ કોબ્રા સાપને પકડ્યો હતો.

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે અને આવી સિઝનમાં વડોદરા અને તેના આસપાસના વિસ્તારમાં સાપ નીકળવાની ઘટનાઓ ખૂબ જ બને છે. ત્યારે ગઈકાલે ખુશ્બુ કનુભાઈ રબારી નામની યુવતી સાંજના પાંચ વાગ્યાની આસપાસ ઘરની બાજુમાં ઘાસચારો અને છાણ લેવા માટે ગઈ હતી.

આ દરમિયાન કોબ્રા સાપે ખુશ્બુને ડંખ માર્યો હતો. ત્યારબાદ ખુશ્બુને સમયસર હોસ્પિટલ ન પહોંચાડતા દોઢ કલાકમાં તેનું મોત થઈ ગયું હતું. દીકરીનું મોત થતા જ પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા જ ગામના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. દર વર્ષે ચોમાસાની સિઝનમાં સાપ કરડવાની ઘટનાઓ વધે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં ઘરની બાજુમાં કામ કરતી 20 વર્ષની દીકરીને કિંગ કોબ્રા સાપ કરડીયો, દીકરીનું તડપી તડપીને મોત… રબારી પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*