વીરપુર નજીક બાઇક સ્લીપ થતાં બે સગા ભાઈ રોડ પર પડ્યા, સારવાર દરમિયાન મોટા ભાઈનું મૃત્યુ…

Published on: 10:09 am, Fri, 3 December 21

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વીરપુર નજીક બનેલા એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગોંડલના પીઠડીયાના ગણેશપુરામાં રહેતા બે સગા ભાઈઓ ગઈકાલે રાત્રે ઘરેથી બાઈકમાં ટિફિન લઈને ગોમટા ફાટક પાસે આવેલી રવિ હોટેલની બાજુમાં પંચર ની દુકાને જતા હતા.

ત્યારે વીરપુર બાયપાસના ઓવરબ્રીજ પર તેમની બાઇક સ્લીપ ખાઇ ગઇ હતી. તેના કારણે બંને ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મોટા ભાઈ ની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન મોટા ભાઇનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર 24 વર્ષીય અશ્વિન મનસુખભાઇ ચૌહાણ અને 21 વર્ષીય લક્ષ્મણ મનસુખભાઇ ચૌહાણ ગઈકાલે રાત્રે ઘરેથી ટિફિન લઈને પંચર ની દુકાન પર જઈ રહ્યા હતા.

ત્યારે વીરપુર બાયપાસ ઓવરબ્રીજ પર અચાનક તેમની બાઇક સ્લીપ ખાઇ ગઇ હતી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકો દ્વારા બંને ભાઈઓને ઈજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં અશ્વિની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેથી તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર બન્ને ભાઈઓ પંચર ની દુકાન ચલાવતા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વીરપુર નજીક બાઇક સ્લીપ થતાં બે સગા ભાઈ રોડ પર પડ્યા, સારવાર દરમિયાન મોટા ભાઈનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*