પીએમ કિસાન યોજના ના 10 માં હપ્તાને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર,રાજ્ય સરકારે કરી દીધું આ મોટું એલાન

Published on: 10:12 am, Fri, 3 December 21

પીએમ કિસાન સન્માન નિધિ ની રાહ જોઈ રહેલા 12 કરોડથી વધુ ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે હવે એવું કામ કર્યું છે કે તમારો હપ્તો ટૂંક સમયમાં જ તમારા ખાતામાં આવી જશે. સૂત્રોના જણાવ્યાનુસાર 15 ડિસેમ્બર મોદી સરકાર ડિસેમ્બર માર્ચ માટે તમારા ખાતામાં 2000 રૂપિયા નો હપ્તો નાખશે.

કેટલીક રાજ્ય સરકાર દ્વારા RFT પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.એટલે કે હવે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઇ રહી છે જ્યારે રાજ્ય દ્વારા મંજૂરીની રાહ કેટલાક રાજ્યોના ખેડૂતોની સ્થિતિ માં દેખાઈ રહી છે, જે પણ એક-બે દિવસમાં એક પગલું આગળ વધશે.

જો તમારા સ્ટેટસ માં આગામી સપ્તાહ અંગે વેઈટિંગ ફોર approval by state અથવા RFT Signed by State Government અથવા પછી FTO is Generated and Payment Confirmation is pending લખેલ મળશે તો એનો અર્થ એ છે કે તમે પોર્ટલ પર તમારું સ્ટેટસ ચેક કરી રહ્યા છો

અને તમને તમારા આગામી હપ્તા માટે Waiting for approval by state લખેલું જોવા મળે છે તો સમજો કે બે હજાર રૂપિયાની રકમ મેળવવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે.તમારી રાજ્ય સરકારે તમારા ખાતામાં બે હજાર ની રકમ મોકલવાની મંજૂરી આપી નથી. જલ્દીથી રાજ્ય સરકાર તમારા દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરશે અને તે RFT પર સહી કરીને કેન્દ્રને મોકલશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!