પગ લપસ્યોને બે જિંદગી તણાઈ ગઈ…બોડેલીની નર્મદા કેનાલમાં સાળા-બનેવી એક સાથે પાણીમાં તણાઈ ગયા – પરિવારના લોકો ચોધાર આસુએ રડી પડ્યા…

Published on: 6:00 pm, Mon, 22 August 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બોડેલીની નર્મદા કેનાલમાં એક યુવાનનો પગ લપસતા તે તણાઈ ગયો હતો. તેને બચાવવા માટે બીજો યુવાન કેનાલમાં કુદી પડ્યો હતો. પરંતુ બંને પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર જણાઈ ગયેલા યુવાનો સાળા-બનેવી હોવાનું સામે આવી રહ્યું છે.

આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે બંને યુવાનોને બચાવવા માટે એક મહિલાએ સાડી અને ગામના લોકોએ લાકડા નાખીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ તેમને બચાવી શક્યા ન હતા. બંને યુવાનો ગામના લોકોની નજર સામે પાણીમાં ડૂબી ગયા હતા.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, બોડેલીની નર્મદા મુખ્ય કેનાલમાં બે યુવાનો હાથ પગ ધોવા માટે ઊતર્યા હતા. આ દરમિયાન એક યુવાનનો પગ લપસતા તે પાણીમાં ડુબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે બીજો યુવક પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. પરંતુ પાણી વધારે પડતું ઊંડું હોવાના કારણે બંને પાણીમાં ડૂબા લાગે હતા.

આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ બંનેને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ તેઓ બંનેને બચાવી શક્યા નહીં. આ ઘટનાની જાણ થતા પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોની શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ હજુ સુધી બંને યુવાનોની કોઈ પણ જાણ થઈ નથી. મળતી માહિતી અનુસાર 17 વર્ષીય જયદેવભાઈ નાયક અને તેના બનેવી 21 વર્ષીય આઝાદભાઈ બાઈક લઈને ગઈકાલે રવિવારે સવારે સાત થી આઠ વાગ્યાની આસપાસ બોડોલીની નર્મદા મુખ્ય કેનાલમાં હાથ પગ ધોવા માટે ઉતર્યા હતા.

જેમાંથી એક યુવાનનો પગ અચાનક લપસ્યો હતો અને તે કેનાલમાં પડ્યો હતો. તેને બચાવવા માટે બીજો યુવાન પણ કેનાલમાં પડ્યો હતો. પરંતુ બંને કેનાલના ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાંથી પસાર થતી એક મહિલાએ પોતાની સાડી નાખીને બંનેને બચાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત અન્ય ગામના લોકોએ પણ લાકડાઓ નાખીને બંનેને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા.

પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને બંને યુવાનો જ્યોત જોતા માં પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે કેનાલમાં બંનેની શોધખોળ શરૂ કરી છે. હજુ સુધી બંનેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પગ લપસ્યોને બે જિંદગી તણાઈ ગઈ…બોડેલીની નર્મદા કેનાલમાં સાળા-બનેવી એક સાથે પાણીમાં તણાઈ ગયા – પરિવારના લોકો ચોધાર આસુએ રડી પડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*